________________
૨૯૨
આત્મપ્રબોધ
થશે.” વરાહમિહિરને આ સમાચાર મળ્યા કે તરત જ તેણે કહ્યું: “સૂરિજી ભૂલ્યા છે. મારું ભાખેલું ભવિષ્ય કદાપિ ન ફરે.” એને મનમાં નક્કી હતું કે આ વખતે તો સૂરિજીને પરાજિત કરી જ શકીશ. એણે રાજાને ખબર આપ્યા. રાજાએ શહેરમાંની દરેક બિલાડીઓને પકડી પકડીને દૂર કાઢી મૂકી અને રાજપુત્રને ભોંયરામાં સંતાડી દીધો. બરાબર સાતમેં દિવસે જ ધાવમાતા રાજપુત્રને ભોંયરામાં સ્તનપાન કરાવી રહી હતી તે વખતે દરવાજાની ભોગળ અકસ્માત રાજપુત્રના માથા ઉપર પડી અને તરત જ રાજપુત્રનું મૃત્યુ થયું. રાજાને, વરાહમિહિરને અને પ્રજાને ખબર પડી કે વરાહમિહિરનું ભવિષ્ય જૂઠું કર્યું છે અને જૈનાચાર્યનું ભવિષ્યજ્ઞાન સત્ય થયું છે. વરાહ મિહિરે તપાસ કરીને જાહેર કર્યું કે ભોગળ પડવાથી મૃત્યુ થયું છે, બિલાડીથી મૃત્યુ નથી થયું. જૈનાચાર્યના કથન મુજબ રાજપુત્રનું મૃત્યુ બિલાડીથી નથી જ થયું. સુરિજી મહારાજે પૂછાવ્યું કે, ભોગળના માથે શાનો આકાર છે તે તપાસ કરો. તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે ભોગળને માથે બિલાડીનું જ મોં છે. બસ, શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા. સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધર્મોપદેશ આપ્યો અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો. હવે વરાહમિહિરને એટલો બધો ક્રોધ ચઢ્યો કે તે પોતાના ગ્રંથો જ બાળવા તૈયાર થયો. આ જાણી સૂરિજીએ રાજસભામાં જઈ રાજાને આશ્વાસન આપ્યું, ધર્મોપદેશ આપ્યો અને સંસારની ક્ષણભંગુરતા સમજાવી. રાજાએ આ ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો.
હવે વરાહમિહિરને એટલો બધો ક્રોધ ચઢ્યો કે તે પોતાના ગ્રંથો જ બાળવા તૈયાર થયો. આ જાણી સૂરિજીએ વરાહને ઘેર જઈ આશ્વાસન દઈ કહ્યું: “ભાઈ ! આ તારા પ્રમાદનું જ પરિણામ છે, શાસ્ત્રો તો સાચાં છે. માટે હવે પ્રમાદ ન કરીશ. તારી ભૂલથી તું શાસ્ત્રને ખોટાં માને છે, તે પણ તારી ગંભીર ભૂલ છે.” આ સાંભળી વળી રાજાએ અને પ્રજાએ પણ એને સમજાવ્યો. પરિણામે વરાહમિહિરનો ગુસ્સો શાંત પડ્યો. કિન્તુ વરાહમિહિરને જૈનાચાર્ય અને જૈન સંઘ ઉપર દ્વેષ રહી જ ગયો. આખરે તેણે શોકમાં ને શોકમાં જ મૃત્યુ પામી, વ્યંતર દેવ થઇ, જૈન સંઘમાં મરકીનો ઉપદ્રવ ફેલાવ્યો. આચાર્ય ભદ્રબાહુસ્વામીને આ વસ્તુની જાણ થતાં શ્રીસંઘના ઉપદ્રવ નિવારણ માટે ‘ઉવસગ્ગહર સ્તોત્ર બનાવ્યું અને આ સ્તોત્ર ગણીને તેનું મંત્રેલુ પાણી છાંટવાથી રોગની શાંતિ થશે એમ જણાવ્યું. સૂરિમહારાજના કહેવા મુજબ ફળ મળ્યું, એટલે કે ઉપદ્રવ શાંત થયો. આટલા જ માટે કહેવાયું છે કે
૩વરદ થd, વાઘ ને સંયut |
करुणापरेण विहियं, सो भद्दबाहुगुरु जयइ ॥" - જેણે સંઘના કલ્યાણ માટે ઉવસગ્ગહર સ્તોત્ર બનાવ્યું, તે દયાળુ પરમ કૃપાળુ ગુરુ શ્રીભદ્રબાહુસ્વામી જય પામો. (વિજયપ્રશસ્તિ-ટીકા)
(જૈન પરંપરાનો ઇતિહાસમાંથી સાભાર ઉદ્ધત)