________________
છે, મેળવી શકે છે કે ભોગવી શકે છે. એટલે દાન કરવા યોગ્ય પુદ્ગલદ્રવ્ય જ અલ્પ છે. એટલે દાન કરવા યોગ્ય અલ્પપુદ્ગલદ્રવ્યમાં જ દાનાંતરાયકર્મ અંતરાય કરી શકે છે. તેથી તે દેશઘાતી છે. એ જ રીતે, મેળવવા યોગ્ય પુદ્ગલદ્રવ્ય જ અલ્પ છે. એટલે મેળવવા યોગ્ય અલ્પ પુદ્ગલદ્રવ્યમાં જ લાભાંતરાયકર્મ અંતરાય કરી શકે છે તેથી તે દેશઘાતી છે. એ જ રીતે, ભોગ્ય અને ઉપભોગ્ય સામગ્રી જ અલ્પ છે. એટલે ભોગ્ય અને ઉપભોગ્ય અલ્પ સામગ્રીમાં જ ભોગાન્તરાયકર્મ અને ઉપભોગાન્તરાયકર્મ અંતરાય કરી શકે છે. તેથી તે બન્ને કર્મ દેશઘાતી છે.
વીર્યાન્તરાયકર્મ સંપૂર્ણ વીર્યગુણનો ઘાત કરતું નથી. તેથી તે સર્વઘાતી નથી. કારણકે લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયા જીવો પણ કર્મગ્રહણ, આહાર લેવો, પરિણમાવવો, શરીર બનાવવું, વગેરે ક્રિયા કરી શકે છે. તેથી તે જીવોનો અલ્પ પણ વીર્યગુણ અવશ્ય ખુલ્લો હોય છે. · જો તે જીવોનો થોડો પણ વીર્યગુણ ખુલ્લો ન હોય, તો તે જીવો આહાર ગ્રહણાદિ ક્રિયા કરી શકે નહીં. તેથી તે જડની જેમ નિશ્ચેષ્ટ બની જાય પણ એવું બનતું નથી. એ અનુભવ સિદ્ધ છે. એટલે લબ્ધિ અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયા જીવથી માંડીને ક્ષીણમોહગુણઠાણા સુધીના દરેક જીવો આહારગ્રહણાદિ અનેક નાની-મોટી ક્રિયાઓ કરી શકે છે તેથી તે દરેક જીવોનો અલ્પાંશે કે અધિકાંશે વીર્યગુણ અવશ્ય ખુલ્લો હોય છે. એટલે વીર્યંતરાય કર્મો સંપૂર્ણ વીર્યગુણનો ઘાત કરતાં નથી. અલ્પાંશે કે અધિકાંશે જ વીર્યગુણનો ઘાત કરે છે. તેથી તે દેશાંતી કહેવાય છે.
(૨) અઘાતીઃ- વેદનીય-૨+ આયુષ્ય-૪+ નામ-૬૭ [ગતિ-૪, જાતિ-૫, શ૨ી૨-૫, અંગોપાંગ-૩, સંઘ૦૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૪, આનુપૂર્વી-૪, વિહાયોર, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થા૦૧૦]+ગોત્ર-ર=૭૫ પ્રકૃતિ અઘાતી છે.
(૧૨) બંધની અપેક્ષાએ સર્વઘાતી-૨૦ અને દેશઘાતી-૨૫ પ્રકૃતિ કહી છે. પણ ઉદયની અપેક્ષાએ સર્વઘાતી ૨૦+મિશ્રમોહનીય=૨૧ પ્રકૃતિ છે અને દેશધાતી ૨૫+સમ્યક્ત્વમોહનીય=૨૬ પ્રકૃતિ છે.
૪૪