________________
દશક ઃ
ત્રસથી સ્થાવરને વિશેષાધિક કર્મદલિકો મળે છે.
* પર્યાપ્તથી અપર્યાપ્તને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત-ત્રસપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતા ત્રસ બંધાય છે અને પર્યાપ્ત એકે પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતા પર્યાપ્તનામકર્મ બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના ૨૫ ભાગ થાય છે અને અપર્યાપ્ત એકે૦ પ્રાયોગ્ય૨૩ બાંધતા સ્થાવર-અપર્યાપ્ત બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના ૨૩ ભાગ થાય છે. તેથી તેને થોડા વધુ દલિકો મળે છે. બાદરનામકર્મથી સૂક્ષ્મને વિશેષાધિક કર્મદલિકો મળે છે.
★
* પ્રત્યેક નામકર્મથી સાધારણને વિશેષાધિક કર્મદલિકો મળે છે,
* સ્થિરત્રિકથી અસ્થિરત્રિકને વિશેષાધિક કર્મદલિકો મળે છે. અને આદેયથી અનાદેયને વિશેષાધિક કર્મદલિકો મળે છે કારણ કે દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે સ્થિર-શુભ-સુભગ-આદેય બંધાય છે અને અપર્યાપ્તા એકેપ્રાયોગ્ય-૨૩ બાંધતી વખતે અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય બંધાય છે. તેથી અસ્થિરાદિને થોડા વધુ દલિકો મળે છે.
* સુસ્વરથી દુઃસ્વરને વિશેષાધિક કર્મદલિકો મળે છે. * યશનામકર્મથી અયંશને વિશેષાધિક કર્મદલિકો મળે છે. પ્રત્યેક :
આતપ-ઉદ્યોતને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. નિર્માણ, ઉચ્છ્વાસ, ઉપઘાત, પરાઘાત, અગુરૂલઘુ અને તીર્થંકરનામકર્મ એ-૬ પ્રકૃતિમાં કર્મદલિકનું અલ્પબહુત્વ સંભવતું નથી. કારણ કે આ અલ્પબહુત્વમાં સજાતીય પિંડપ્રકૃતિમાં અથવા પ્રતિપક્ષી પ્રકૃતિમાં કોનાથી કોને વધારે કે ઓછા દલિકો ભાગમાં આવે છે? એનો વિચાર કરાય છે. દાત૦ લીલાવર્ણાદિની અપેક્ષાએ કૃષ્ણવર્ણને ઓછા દલિકો (૫૪) સ્વોપજ્ઞટીકામાં વં વારસૂક્ષ્મયો....કહ્યું છે અને કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે, સૂક્ષ્મને ઓછા દલિકો મળે છે. તેનાથી બાદરને વિશેષાધિક દલિકો મળે છે.
(૫૫) અયશથી યશનામકર્મને અસંખ્યાતગુણા કર્મદલિકો મળે છે. કારણકે ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી યશને નામકર્મના ભાગમાં આવેલા સંપૂર્ણ દલિકો મળે છે. [કર્મપ્રકૃતિ-બંધનકરણ]
૧૯
૨૮૯