________________
જીવોને એના સર્વઘાતી સ્પદ્ધકોનો ઉદય હોતો નથી. માટે ક્ષયોપશમ હોય છે. તેમ છતાં, અવધિજ્ઞાનાવરણના કેટલાક પદ્ધકોનો રસોદય પણ એ વખતે હોય તો છે જ, માટે આનો ક્ષયોપશમ પણ ઉદયાનુવિદ્ધ હોય છે, શુદ્ધ નહીં. મન:પર્યવજ્ઞાનાવરણ અંગે પણ મન:પર્યવજ્ઞાની અને તશૂન્ય જીવો અંગે આ પ્રમાણે ક્રમશઃ ઉદયાવિદ્ધ ક્ષયોપશમ અને સર્વઘાતી રસોદય જાણવા. એમ ચક્ષુદર્શની તથા અવધિદર્શની જીવોને ચક્ષુદર્શનાવરણ તથા અવધિદર્શનાવરણનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોય છે અને તભિન્ન છદ્મસ્થોને એના સર્વઘાતી રસસ્પદ્ધકોનો ઉદય હોય છે એ જાણવું. એકેન્દ્રિયાદિને મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોવા છતાં રાસનમતિજ્ઞાનાવરણાદિરૂપ અવાંતર પ્રકૃતિના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે એમ અવધિજ્ઞાનાવરણની પણ પેટા પ્રકૃતિઓ હોય તથા અમુક પેટાપ્રકૃતિના ક્ષયોપશમકાળે પણ તદન્યપેટાપ્રકૃતિના સર્વઘાતીરસનો ઉદય હોય. આવું સંભવિત છે કે નહીં? એનો નિર્ણય બહુશ્રુતો પાસે કરવો. આ જ પ્રમાણે મન:પર્યવજ્ઞાના. અંગે પણ જાણવું.
(F) સંજય૦ ૪. શંકા : આ પ્રકૃતિઓ યથાખ્યાતચારિત્રને સર્વથા હણનારી છે. આ ચારનો ઉદય હોય ત્યાં સુધી આ ચારિત્રગુણ પ્રગટ થતો જ નથી, તો આ ચારને દેશઘાતી કેમ કહી છે?
સમાધાન : છઠ્ઠા ગુણઠાણાથી જે સર્વવિરતિ હોય છે એ, વીતરાગતાનિજગુણસ્થિરતાસ્વરૂપ મૂળભૂત ચારિત્રગુણના આંશિકગુણરૂપ જ છે. એ પ્રગટ થયેલો છે, માટે માનવું પડે છે કે સંજવ૦નો સર્વઘાતી રસોદય છે નહીં. અર્થાત્ દેશઘાતી રસોદય જ છે. માટે આ ને દેશઘાતી કહી છે.
૧થી૫ ગુણઠાણા સુધી મિતાંતરે ૧થી૪ ગુણઠાણા સુધી] આ ચારમાંથી જ્યારે જેનો ઉદય હોય ત્યારે સર્વઘાતી સ્પદ્ધકોનો જ ઉદય હોય છે, શેષ ૩નો પ્રદેશોદય હોવા છતાં, જો વિપાકોદય થાય તો સર્વઘાતી રસનો જ થાય છે. અર્થાત્ સર્વઘાતી રસના વિપાકોદયની યોગ્યતા પડેલી જ હોય છે. માટે એકેનો ક્ષયોપશમ કહેવાતો નથી.
૪ ૩૮OT