________________
બાકીની નામકર્મની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ નથી” આવું જ કહ્યું છે તેમાં (૧) ક્યાં તો બાકીની તરીકે વર્ણાદિ ૨૦ અને ૧૫ બંધન સિવાયની ખગતિ વગેરે પ્રકૃતિઓ જ અભિપ્રેત જાણવી અને (૨) ક્યાં તો વર્ણાદિ ૨૦ માટે “અલ્પબદુત્વ નથી” નો અર્થ “ઉત્કૃષ્ટ પદ કરતાં જુદું અલ્પબદુત્વ નથી.” એવો કરવો, અને બંધન માટે “જઘન્યપદે શરીરસંઘાતન માટે જે કહ્યું છે એનાથી જુદું અલ્પબદુત્વ નથી.” એવો કરવો. તત્ત્વ કેવલિગમ્યમ્.
પ્રશ્ન ઃ આઠ પ્રત્યેક પ્રકૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબહુત શું છે?
ઉત્તર :- આઠેય પ્રકૃતિઓ સ્વતંત્ર છે, તેમજ એકબીજાની બં છે કોઈ પ્રતિપક્ષી પ્રકૃતિઓ નથી. એટલે એના ઓછાવત્તાપણાંની કોની સાથે વિચારણા કરવી? તેમ છતાં આતપ-ઉદ્યોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંશે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે કર્યો છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય.
ઉત્કૃષ્ટ પદે..... જિનનામ
અલ્પ (દેવપ્રાયોગ્ય ૨૯૩૧ના બંધ ૨૯ વિભાગે) આતપ-ઉદ્યોત | V (એકેન્દ્રિયપ્રાયોગ્ય ર૬ના બંધ ર૬ વિભાગ) પરાઘાત-ઉચ્છવાસ y (એકેન્દ્રિયપ્રાયોગ્ય રપના બંધ રપ વિભાગ) અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૩ના બંધ ૨૩ વિભાગ)
આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત્ વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિ વિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક મળે છે.
જઘન્ય પદે... અગુરુલઘુ, ઉપઘાત
| | અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્યયોગે ઉદ્યોત પરાઘાત, ઉચ્છવાસ
સહિત ૩૦ના બંધ) નિર્માણ, ઉદ્યોત
P૪૦૯