________________
સ્પદ્ધકોનો વિપાકોદય તો ન હોય, પણ વિપાકોદયની યોગ્યતા પણ ન હોય તો ગુણ સર્વથા હણાયેલો ન હોવાથી આંશિક રૂપે પ્રગટ થયેલો હોય છે. આ ક્ષયોપશમ કહેવાય છે. એ વખતે જો એના દેશઘાતી સ્પર્ધ્વકનો વિપાકોદય ચાલુ હોય, તો એ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે (જેમકે મતિજ્ઞાનાવરણાદિ) અને દેશઘાતી સ્પદ્ધકોનો પણ વિપાકોદય ન જ હોય (કારણ કે દેશઘાતી સ્પર્ધકો હોય જ નહીં) તો એ શુદ્ધક્ષયોપશમ કહેવાય છે, (જેમકે સમ્યક્તીને અનંતાનુબંધીનો).
કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ આ બે પ્રકૃતિઓ એવી છે કે જ્યાં સુધી ક્ષય ન પામે ત્યાં સુધી એનો સતત સર્વઘાતી સ્પદ્ધકોનો વિપાકોદય જ હોય છે. ક્યારેય પ્રદેશોદય હોતો નથી. માટે એનાથી આવાર્યકેવલજ્ઞાન-દર્શન ગુણો ક્યારેય આંશિક રૂપે પ્રગટ થતા નથી. અર્થાત્ આ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકતો નથી.
પાંચ નિદ્રાનો પણ ક્યારેય ક્ષયોપશમ હોતો નથી. અલબત્ આ ધ્રુવોદયી પ્રકૃતિઓ નથી. એટલે એનો પ્રદેશોદય મળે છે. પાંચમાંથી એકેયના ઉદય ન હોય ત્યારે પાંચેનો પ્રદેશોદય પણ મળે છે. તેમ છતાં, એ વખતે પણ સર્વઘાતી રસના વિપાકોદયની સતત યોગ્યતા તો હોય જ છે. અને તેથી પ્રદેશોદય હોવા છતાં ક્ષયોપશમ કહેવાતો નથી.
શંકા - જે મત ક્ષપકશ્રેણીમાં નિદ્રાદ્ધિકના રસોદયની અયોગ્યતા માને છે, એ મતે તો ક્ષપકશ્રેણીમાં એનો ક્ષયોપશમ માનવો પડશે ને?
સમાધાન :- જેમ અત્યંત ક્રોધાદિની અવસ્થામાં નિદ્રાનો ઉદય થઈ શકતો નથી. અર્થાત્ રસોદયની અયોગ્યતા હોય છે, ને તેમ છતાં, એનો ક્ષયોપશમ કહેવાતો નથી. કારણકે નિદ્રાનો ઉદય ન થાય. એ અંગે જીવનો કોઈ પ્રયત્ન હોતો નથી, માત્ર એવી અવસ્થાના કારણે જ એ ઉદયની અયોગ્યતા થાય છે. એમ શ્રેણીમાં જીવની અત્યંત અપ્રમત્ત અવસ્થા જે હોય છે એના કારણે નિદ્રાના ઉદયની અયોગ્યતા થઈ હોય છે. માટે એને “ક્ષયોપશમ' કહેવાતો નથી. એમ દેવગતિમાં થીણદ્ધિ ત્રિકના રોદયની અયોગ્યતા હોય છે. પણ એ પણ અવસ્થાવિશેષકૃત
૪૧૬