________________
સમ્યકત્વગુણને આવરી શકતા નથી. અને તેથી સમ્યકત્વગુણ પ્રગટ થાય છે. આમ ક્ષય+ઉપશમના કારણે સમ્યત્વ પ્રગટ્યું હોવાથી એ ક્ષાયોપથમિક કહેવાય છે. પણ સમ્યકત્વમોહનીયનો ઉદય હોવાથી ઔદયિકભાવ નથી કહેવાતું. કારણકે એના ઉદયના કારણે કાંઈ આ ગુણપ્રગટ્યો હોતો નથી. ઉલટું એનો ઉદય તો સમ્યકત્વને મલિન પણ કરે છે.
વિવક્ષિત વિશુદ્ધિએ 2000 સુધીનો રસ ઉદયમાં આવે છે એ જોયું. ધારો કે પછી વિશુદ્ધિ ઘટતી જાય ને અશુદ્ધિ વધતી જાય તો ઉદયપ્રાપ્તરસ ૮૦૦૧, ૮૦૦૨..એમ વધતો જાય છે, ને એથી સમ્યક્ત વધુ મલિન થતું જાય છે-અતિચારો વધતા જાય છે અશુદ્ધિ ઓર વધી જાય ને ઉદયપ્રાપ્તરસ ૧૨૦૦૦ કરતાં વધી જાય તો જીવ સમ્યકત્વ ગુમાવે છે ને મિશ્રગુણઠાણે આવે છે. એ વખતે મિશ્રમોહનીયનો વિપાકોદય છે, ને એ સર્વઘાતી હોવાથી સમ્યક્ત્વગુણ સર્વથા આવરાયેલો છે. માટે મિશ્રણઠાણાની અવસ્થાને કેટલાક ઔદયિકભાવ કહે છે. તેમ છતાં, અશુદ્ધિ એટલી નથી વધી કે જેથી ૧૫૦૦૦થી ઉપરના રસનો (મિથ્યાત્વમોહનીયનો) વિપાકોદય થઈ શકે. આ અધિક રસનો ક્ષય તથા ઉપશમ ચાલુ જ છે. માટે શાસ્ત્રકારો મિશ્ર અવસ્થાને ક્ષાયોપથમિક ભાવરૂપે ગણે છે. જ્યારે અશુદ્ધિ ઘણી વધી જાય અને વિપાકોદય પ્રાપ્ત રસ ૧૫૦૦૦થી અધિક થઈ જાય, ત્યારે જીવ મિથ્યાત્વ પામે છે, આ તો મિથ્યાત્વ મોહOનો ઔદયિકભીવ જ છે.
૮૦૦૦ના વિપાકોદય વખતે જે વિશુદ્ધિ હતી, એના કરતાં વિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય તો ઉદયપ્રાણરસ ૭૯૯૯, ૭૯૯૮...વગેરે રૂપે ઘટતો જાય છે. ને તેથી સમ્યકત્વ નિર્મળ થતું જાય છે અને વિશુદ્ધિ ખૂબ વધી જાય તો બધો જ રસ ક્ષય પામી જાય છે ને જીવ ક્ષાયિકસમ્યકત્વ પામે છે.
“ઉદયપ્રાપ્ત દલિકોનો ભોગવીને ક્ષય કરવો અને અનુદીર્ણનો ઉપશમ કરવો એ ક્ષયોપશમ” આવી કેટલાક પંડિતો પણ જે વ્યાખ્યા કરે છે તે અધૂરી જાણવી, કારણકે મિથ્યાત્વ અવસ્થામાં પણ એના
૪૨૧