________________
ક્ષયોપશમ હોવા છતાં, ઉપયુક્ત પદાર્થ સિવાયના અભિલાપ્ય પદાર્થો અંગેના ઉપયોગ-આવરણનો તો રસોદય હોય જ છે, ને તેથી એનો ઉપયોગાત્મક બોધ હોતો જ નથી.
અવધિજ્ઞાના), મન:પર્યવ જ્ઞાનાવ, ચક્ષુદર્શનાએ અને અવધિદર્શના
આ ચારનો જ્યારે અવધિજ્ઞાનાદિ ગુણો પ્રગટ્યા ન હોય ત્યારે સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે. અને જ્યારે અવધિજ્ઞાનાદિ પ્રગટે છે ત્યારે સર્વઘાતીરસ ક્ષીણ થઈને દેશઘાતીરૂપે ઉદયમાં આવે છે. દેશઘાતીરસનો વિપાકોદય હોય છે. માટે એ ઉદયાનુવિદ્ધક્ષયોપશમ હોય છે.
હવે મોહનીયકર્મ અંગે ઃ
દર્શનમોહનીય : અનાદિ મિથ્યાત્વીજીવોને મિથ્યાત્વમોહનીયનો જ (૧૫૦૦૧ અને એની ઉપરનો જ) રસ બંધમાં, સત્તામાં અને ઉદયમાં હોય છે. આ સર્વઘાતીરસ છે, માટે સમ્યક્ત્વગુણ આંશિક પણ પ્રગટ હોતો નથી. જીવ જયારે યથાપ્રવૃત્તાદિ ૩ કરણો કરી પ્રથમ ઉપશમસમ્યકત્વ પામે છે. ત્યારે વિશુદ્ધિવશાત્ ત્રણ પુંજ બને છે અને હવે સત્તામાં ૧થી૧૨૦૦૦ (સમ્ય૦મો), ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ (મિશ્રમો)) તથા એની ઉપરનો (મિથ્યાઅમો) એમ બધા પ્રકારનો રસ પ્રાપ્ત થાય છે. ઉપશમસમ્યકત્વનું અંતર્મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે જીવ જો વિશુદ્ધ અધ્યવસાયવાળો હોય, તો ત્રણ પુંજમાંના સમ્યકત્વમોહનીય પુજનો વિપાકોદય થાય છે અને શેષ બેનો પ્રદેશોદય થાય છે. સમ્યકત્વ-મોહનીય દેશઘાતી હોવાથી એનો વિપાકોદય સમ્યકત્વગુણને આવરી શકતો નથી. તેથી જીવ ક્ષાયોપથમિકસમ્યકત્વ પામે છે. આમાં ક્ષયોપશમ” એટલે શું? એ વિચારીએ.
ધારો કે દસમો સમય એ વિવક્ષિત સમય છે. આ સમયે ઉદયમાં આવવાની યોગ્યતાનું ત્રણે પુંજનું જે દલિક છે તે નવમો સમય વર્તતો હતો ત્યાં સુધી તો એમ જ હતું, અર્થાત્ સમ્યમો નું ૧થી૧૨૦૦૦ રસવાળું, મિશ્રમોનું ૧૨૦૦૧થી૧૫000 રસવાળું, અને મિથ્યાઅમોનું
૪૧૯T