________________
હોવાથી ક્ષયોપશમરૂપે ગણાતી નથી.
શંકા :- એમ તો ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળાને દેવ-નરકના ભવરૂપ અવસ્થાને કારણે જ અવધિજ્ઞાનાવરણના સર્વઘાતી રસના ઉદયની અયોગ્યતા થઇ હોય છે, તો એનો પણ ક્ષયોપશમ ન કહેવો જોઇએ.
સમાધાન :- દેવ-નરકના જીવને તો અવધિજ્ઞાનસ્વરૂપ ફળ જોવા મળે છે, માટે ક્ષયોપશમ માનવો જ પડે છે. થીણદ્વિત્રિકના ઉદયની અયોગ્યતા-અનુદયથી કોઇ સ્વતંત્રફળ જોવા મળતું નથી. એટલે અવસ્થામૃત એ અયોગ્યતા ક્ષયોપશમ તરીકે લેખાતી નથી. વળી એની પ્રતિપક્ષી એવી નિદ્રાદ્વિકનો તો સર્વઘાતી ઉદય કે એની યોગ્યતા હોય જ છે. એટલે પહેલે વગેરે ગુણઠાણે પુરુષવેદનો સર્વધાતી ઉદય હોવાથી, સ્ત્રીવેદાદિના અનુદયકાળે પણ સ્ત્રીવેદાદિનો ક્ષયોપશમ જેમ કહેવાતો નથી, એમ પ્રસ્તુતમાં સમજવું. એટલે જ દેવગતિમાં નપુંસકવેદનો કે નરકગતિમાં સ્ત્રી-પુ૦ વેદનો અનુદય હોવા છતાં, એમ દેવમાં પહેલા અન્તર્મુ૦માં અતિ-શોકનો અનુદય હોવા છતાં કે કેટલાક નારકીને આખા ભવ દરમ્યાન અરતિ-શોકનો જ ઉદય રહેવાથી, હાસ્યરતિનો અનુદય હોવા છતાં, નપુંસકવેદાદિનો ક્ષયોપશમ કહેવાતો નથી, કારણકે પ્રતિપક્ષીનો સર્વઘાતી ઉદય હોય છે.
મતિજ્ઞાના, શ્રુતજ્ઞાના૦, અચક્ષુદર્શના તથા પાંચ અંતરાય.. આ પ્રકૃતિઓ એવી છે કે એનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સતત ક્ષયોપશમ હોય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનો બંધ ભલે ચારઠા, ૩ઠા વગેરે સર્વઘાતી૨સનો પણ થયો હોય. છતાં, જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ અધિક રસવાળા દલિકોનો રસ ક્ષીણ થઇને દેશઘાતીરૂપ (૧થી૧૨૦૦૦ સુધીનો) થઇને જ ઉદયમાં આવે છે. તેથી મતિજ્ઞાનાદિગુણો સર્વથા આવરાતા નથી. પણ કંઇક અંશે તો પ્રગટ રહે જ છે. આમાં દેશાતી રસનો વિપાકોદય હોય છે ને સર્વઘાતી૨સનો ક્ષયોપશમ હોય છે, માટે આ ઉદયાનુવિદ્વક્ષયોપશમ કહેવાય છે. ‘ક્ષયોપશમ' શબ્દનો અર્થ આગળ સમજીશું. એકેન્દ્રિય વગેરે જીવોને
૨૭
૪૧૭