________________
દેશઘાતી રસ અને એના અનંતમાભાગ જેટલા અન્ય બધ્યમાન દલિકોમાં સર્વઘાતી રસ પેદા થાય છે.) અર્થાત્ એના દેશઘાતી અને સર્વઘાતી બન્ને પ્રકારના સ્પદ્ધકો હોય છે. આવી પ્રવૃતિઓને દેશઘાતી કહેવાય છે.
| દર્શનમોહનીયમાં એક વિશેષતા છે. બંધકાળે એનો ૧૫OO૧ અને એની ઉપરનો જ રસ બંધાય છે, ૧થી૧૨૦OO સુધીનો દેશઘાતી રસ તો નહીં, પણ ૧૨૦૦૧થી૧૫000 સુધીનો સર્વઘાતી રસ પણ ક્યારેય બંધાતો નથી. બંધાતું બધું દલિક મિથ્યાત્વમોહનીય કહેવાય છે. પણ જીવ જ્યારે સમ્યક્ત પામે છે ત્યારે વિશુદ્ધિવશાત્ કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧થી૧૨૦૦૦ સુધીનો સર્વવિશુદ્ધ કરી નાખે છે. આ દેશઘાતી રસ છે ને એ સમ્યકત્વમોહનીય પુંજ કહેવાય છે. દેશઘાતી હોવાથી એનો ઉદય સમ્યક્તને સર્વથા હણી શકતો નથી, અને તેથી સમ્યકત્વગુણ પ્રગટ રહે છે, પણ દેશથી તો એ હણે જ છે. અર્થાત્ સમ્યકત્વની પૂર્ણ નિર્મળતા પ્રાપ્ત થવા દેતો નથી. દર્શનમોહનીયના અન્ય કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧૨૦૦૧ થી ૧૫000 સુધીનો કરી નાંખે છે. આ સર્વઘાતી રસ છે ને એ મિશ્રપુંજ કહેવાય છે. ૧૫૦૦૧ થી ઉપરનો બધો અશુદ્ધપુંજ મિથ્યાત્વપુંજ કહેવાય છે. આનાથી જણાય છે કે બંધથી તો માત્ર મિથ્યાત્વ મોહનીયપુંજ જ અસ્તિત્વમાં આવે છે, અર્થાત્ મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. પણ પછી વિશુદ્ધિના કારણે રસ ઘટવાથી સમ્યક્તપુંજ અને મિશ્રપુંજ અસ્તિત્વમાં આવે છે. અર્થાત્ એ બેનો બંધ હોતો નથી.
- તે તે દલિક પોતાના સ્વરૂપે જ ઉદયમાં આવે અને તેથી સ્વઆચાર્ય ગુણનો સર્વથા કે આંશિક ઘાત કરવા રૂપ સ્વકાર્ય કરે તો એ વિપાકોદય કહેવાય છે, અને જો દલિક સ્વસ્વરૂપે ઉદયમાં ન આવે ને તેથી સ્વઆવાર્યગુણનો સર્વથા કે આંશિક પણ ઘાત ન કરે, તો એ પ્રદેશોદય (સ્તિબુકસંક્રમ) કહેવાય છે. | સર્વઘાતી સ્પદ્ધકોનો વિપાકોદય હોય ત્યાં સુધી આંશિકગુણ પણ પ્રગટ થઈ શકતો નથી, તેથી ક્ષયોપશમ હોતો નથી, પણ ઔદયિકભાવ જ હોય છે. (જેમકે અવધિશૂન્યજીવને અવધિજ્ઞાનાવરણનો) સર્વઘાતી
૪૧૫T