________________
અંતર્મુહૂર્તકાળમાં જ થઈ જાય છે, અને તગ્નિમિત્તક ગુણશ્રેણિ પણ રચાય છે, માટે આ બન્ને પ્રક્રિયાઓ અલગ છે અને તેથી અનંતાનુબંધીની વિસંયોજના કહેવાય છે, ને આહારકસપ્તક વગેરેની ઉવેલના કહેવાય છે.
અલબત્ અનંતાનુબંધી વિસંયોજનામાં પણ ઉદ્દેલના સંક્રમ હોય જ છે, પણ એની સાથે ગુણસંક્રમ પણ ચાલુ હોય છે. એટલે જેમ ક્ષપકશ્રેણીમાં સંજ્વલન ક્રોધાદિનો ઉદ્વેલના સંક્રમ થતો હોવા છતાં આખી પ્રક્રિયા “ક્ષપણા' જ કહેવાય છે. એમ આ આખી પ્રક્રિયા ‘વિસંયોજના' જ કહેવાય છે, એ જાણવું.
(2) હવે આ કષાયોના ક્ષયોપશમ અંગે કંઈક વિચારી લઈએ
અસત્કલ્પનાથી ધારો કે કર્મલિકોમાં ૧ પાવર (માત્રા)થી ૧લાખ પાવર સુધીનો રસ સંભવે છે. એમાંથી ૧થી ૧૦૦૦૦ સુધીનો રસ એકઠાણિયો છે. ૧૦૦૦૧ થી ૩૦૦૦૦ સુધીનો રસ બેઠાણિયો છે. ૩૦૦૦૧ થી ૬૦૦૦૦ સુધીનો રસ ત્રણઠાણિયો છે અને ૬૦૦૦૧ થી ૧લાખ સુધીનો રસ ચારઠાણિયો છે.
૧થી ૧૨000 સુધીનો રસ (૧ઠા) બધો+મંદ બે ઠા) દેશઘાતી છે. એની ઉપરનો રસ સર્વઘાતી છે. ૧OO૦૧થી ૧૨000 સુધીના મંદ ક્રિસ્થાનિક કહેવાય અને ૧૨૦૦૧થી ૨૫000 મધ્યમ દ્રિસ્થાનિક તથા ૨૫૦૦૧થી ૩0000 ઉત્કૃષ્ટ તરફનો દ્રિસ્થાનક રસ છે.
કેવલજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એના ભાગે આવેલા દલિકોમાં ૧૨૦૦૧, ૧૨૦૦૨.... વગેરે માત્રાવાળો, સર્વઘાતી રસ પેદા થાય છે, પણ ૧થી ૧૨૦૦૦ સુધીનો રસ (દેશઘાતી રસ) કોઈક જ દલિકમાં ઉત્પન્ન થતો નથી. અર્થાત્ એના દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. આવી પ્રવૃતિઓને સર્વઘાતી પ્રકૃતિ કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એનો ૧થી૧૨000 સુધીનો દેશઘાતી રસ પણ બંધાય છે અને ૧૨૦૦૧થી ઉપરનો ઠેઠ ૪ઠા૦ સુધીનો સર્વઘાતી રસ પણ બંધાય છે. (કેટલાક દલિકોમાં
૪૪૧૪