Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 467
________________ કરતાં જિનનામ સહિત ૨૯ના બંધક સામાન્ય મનુષ્યનો જઘન્યયોગ અસંખ્ય ગુણ હોવાથી દલિક ઘણું જ વધારે મળવાના કારણે, ર૯ ભાગ પડતા હોવા છતાં દેવદ્ધિકાદિના ભાગે જે દલિક આવશે તે યુગલિકને ૨૮મા ભાગે મળતા દલિક કરતાં તો ઘણું જ વધારે રહેવાનું. માટે દેવદ્રિક-વૈદ્રઢિકના જઘન્યપ્રદેશબંધક યુગલિકને જ કહેવા ઘટે. પણ એ કહ્યા નથી. માટે માનવું પડે કે યુગલિકને પણ જઘન્યપણે સામાન્ય મનુષ્ય જેટલો જ યોગ હોય છે. એટલે બન્નેને દલિક સમાન મળે છે. પણ યુગલિકને જિનનામનો બંધ ન હોવાથી ૨૮ ભાગ જ પડે છે, જ્યારે સામાન્ય મનુષ્યમાંથી જે જિનનામ બાંધે છે એને ૨૯મા ભાગનું દલિક દેવગતિનામકર્મ વગેરેને મળે છે, માટે એને જ આ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશબંધ કહ્યો છે. આમ, ઉત્કૃષ્ટયોગ ભિન્ન હોવા છતાં, જેમ યુગલિકનો જઘન્યયોગ શેષદેવાદિને તુલ્ય જ માનવો પડે છે, એમ, અનુત્તરનો પણ જઘન્યયોગનો બોલ અલગ કહ્યો ન હોવાથી એનો જઘન્યયોગ પણ શેષદેવાદિને તુલ્ય જ માનવો આવશ્યક બને છે. અને તો પછી શેષદેવો તથા નારકીઓ પણ જિનનામના જઘન્યપ્રદેશબંધક હોવામાં કશો વાંધો જણાતો નથી. છેવટે તત્ત્વ તુ કેવલિગમ્યમ્. (Y) શંકા - દર્શનરિક વગેરેનો ક્ષય કરવાની પ્રક્રિયાને ક્ષપણા' કહેવાય છે, તો અનંતાનુબંધી ૪ના સત્તાગત સર્વ દલિકોનો ક્ષય કરવાની પ્રક્રિયાને વિસંયોજના' કેમ કહેવાય છે? સમાધાન :- “ક્ષપણા' શબ્દનો અર્થ “સત્તાગત કર્મદલિકોનો સંપૂર્ણ ક્ષય” એટલો છીછરો નથી. કર્મદલિકો તો આહારકસપ્તક વગેરેની ઉવેલનામાં પણ નિર્મૂળ થાય છે ને છતાં એ ક્ષપણા નથી જ કહેવાતી. અચરમશરીરી મનુષ્યને પરભવાયુના બંધ પૂર્વે શેષ ૩ આયુનું એક પણ દલિક સત્તામાં નથી હોતું. તેમ છતાં એની સંભવસત્તાનો ક્ષય નથી કહેવાતો. અને ચરમશરીરી જીવ ક્ષપકશ્રેણી માંડતી વખતે છેલ્લીવાર સાતમે ગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે ત્યારે જ એની P૪૧૨

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488