Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 473
________________ મતિજ્ઞાનના રાસનપ્રત્યક્ષાદિ પટાભેદો આંશિક પણ પ્રગટ હોતા નથી. અર્થાત્, એની આવારક રાસનમતિજ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે, તેમ છતાં, એ વખતે પણ સ્પાર્શનમતિજ્ઞાનાવરણાદિના સર્વઘાતીરસનો વિપાકોદય કે વિપાકોદયની યોગ્યતા હોતા જ નથી. અને તેથી ક્ષયોપશમ અક્ષત હોય છે. શંકા :- જો એકેને રાસનમતિજ્ઞાનાવરણીયાદિનો સર્વઘાતી રસોય છે ને તેથી ક્ષયોપશમ નથી, તો શ્રી વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થમાં એકેને પણ ભાવથી પંચેન્દ્રિય જે કહ્યા છે-મદિરાનો રસાસ્વાદ માણી જલ્દીથી ફળવું... વગેરે જે કહ્યું છે તેનું શું? સમાધાન - સર્વઘાતીનો ગમે તેવો પ્રબળ ઉદય હોય તો પણ જીવ પોતાના તથાસ્વભાવે, જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય. એ રીતે, જ્ઞાનને આવરાવા દેતો નથી-આવું જે પૂર્વે સમાધાન આપેલું તે જ અહીં યોગ્ય લાગે છે. એટલે રસ વગેરેનો પણ સંજ્ઞારૂપે બોધ અક્ષત માની શકાય છે. ર શંકા - મતિજ્ઞાનાવરણીયાદિનો ઉદયાનુવિદ્ધક્ષયોપશમ તમે કહ્યો. આનો અર્થ તો એ થાય કે સર્વાક્ષરસંનિપાતી-ઉત્કૃષ્ટ શ્રુતધર ૧૪ પૂર્વીને પણ શ્રુતજ્ઞાનાવરણના કેટલાક દેશઘાતી રસસ્પદ્ધકોનો સોદય ચાલુ જ હોય છે, ને તેથી એનું પણ કેટલુંક શ્રુત આવરાયેલું જ રહે છે. શું આ બરાબર છે? સમાધાન :- હા, બરાબર છે, શ્રુતજ્ઞાનના જેટલા વિષયો છે, એ સર્વવિષયક ગ્રુત કોઇપણ એક જીવને ક્યારેય હોતું નથી. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પણ વધુમાં વધુ અસંખ્યાતકાળના ભાવોને જ જાણી શકે છે. એટલે અનંતકાળ પૂર્વે જે અભિલાપ્ય પદાર્થો હતા અને તેથી જે શ્રુતજ્ઞાનના વિષયભૂત હતા, અને વર્તમાન શ્રુતજ્ઞાની જાણી શક્તા નથી. એટલે જ અભિલાપ્ય પદાર્થોનો પણ અનંતમો ભાગ જ શ્રુતનિબદ્ધ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, કારણકે કોઈપણ કાળના શ્રુતસમુદ્રમાં તે કાળના પૂર્વે કે પશ્ચાદ્વર્તી અનંતકાળભાવી પદાર્થો નિબદ્ધ હોતા જ નથી. બીજી રીતે પણ આની સંગતિ કરવી હોય તો શ્રી ભગવતીસૂત્રમાં લબ્ધિઆવરણ અને ઉપયોગઆવરણ એમ બે કહ્યા છે. લબ્ધિ-આવરણનો ૪૧૮

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488