________________
મિશ્ર, સમ્યમ0નો ક્ષયોપશમ ૪થી૭ ગુણઠાણા સુધી હોય છે. અપ્રત્યાનો ક્ષયોપશમ પથીક ગુણઠાણા સુધી હોય છે. પ્રત્યા૦૪નો ક્ષયોપશમ ૬થી૯ ગુણઠાણા સુધી હોય છે. સંજવ૦૩નો ક્ષયોપશમ ૬થી૯ ગુણઠાણા સુધી હોય છે. સંજવલોભનો ક્ષયોપશમ ૬થી૧૦ ગુણઠાણા સુધી હોય છે. ૯નોકષાયનો ક્ષયોપશમ પથી૯ ગુણઠાણા સુધી હોય છે.
કેટલાક આચાર્યના મતે સંવ૦૪નો પાંચમે ગુણઠાણે પણ ક્ષયોપશમ હોય છે. વળી કેટલાક આચાર્યો વિશુદ્ધયમાન અવસ્થામાં ૧લે (સમ્યક્તપ્રાપ્તિકાળે) તથા ૪થે (વિરત્યભિમુખ અવસ્થામાં) પણ નવ નોકષાયોનો ક્ષયોપશમ માને છે. માટે ચોથે પણ અસંખ્યવિશુદ્ધિસ્થાન હોય છે.
વેદનીયાદિ ચાર અઘાતી કર્મોથી આવરાયેલા અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું આ ચાર ગુણો ક્યારેય પણ આંશિક રૂપે પ્રગટ થતા નથી અને તેથી એની માત્રામાં ક્યારેય વધઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોનો ક્ષયોપશમ હોતો નથી. (આ કાર્યની અપેક્ષાએ જણાવ્યું). બીજી રીતે કહીએ તો અઘાતી કર્મોનો રસ એક જ પ્રકારનો હોય છે. અર્થાત્ એનો જઘન્યરસ પણ સર્વઘાતી રસ જેવો જ હોય છે. તેથી કેવલજ્ઞાનાવરણની જેમ એનો ક્ષયોપશમ હોતો નથી (આ સ્વરૂપાપેક્ષયા કહ્યું).
પરિશિષ્ટ સમાપ્ત
P૪૨૪