________________
રૂપ નથી. તથા આના દેશઘાતી પદ્ધકો તો હોતા જ નથી. માટે ક્ષયોપશમકાળે દેશઘાતી સ્પદ્ધકોનો વિપાકોદય હોવાનો કોઈ પ્રશ્ન જ ન હોવાથી ઉદયાનુવિદ્ધક્ષયોપશમ નથી. પણ શુદ્ધક્ષયોપશમ છે. વળી રસોદય હોય તો એની મંદતા-તીવ્રતા પર ગુણની વધઘટ થાય. પણ એ તો છે નહીં. તેથી ગુણમાં વધઘટ હોતી નથી. તેમ છતાં જીવના પરિણામની વિશુદ્ધિ, આચારપાલન, યતના, અનાચારવર્જન વગેરે દ્વારા, સર્વઘાતી રસ ઉદયમાં ન આવી જાય એ માટેની દઢતા થાય છે. આને ક્ષયોપશમની વૃદ્ધિ કહી શકાય. જેના પરિણામ એટલા વિશુદ્ધ નથી એને આવી દઢતા હોતી નથી. આને ક્ષયોપશમની મંદતા કહી શકાય. એટલે જ સમાનનિમિત્ત મળતાં એકને (મંદક્ષયોપશમવાળાને) રસોદય થઈ જવાથી ગુણનાશ થઈ જાય છે. જયારે અન્યને (તીવ્રયોપશમવાળાને) રસોદય અટકેલો રહેવાથી ક્ષયોપશમગુણ જળવાઈ રહે છે. ક્ષાયિકઔપથમિક ભાવમાં તો આવી પણ હાનિ-વૃદ્ધિ હોતી નથી. તથા એમાં પ્રદેશોદય પણ હોતો નથી એ જાણવું.
પ્રથમ ઉપશમસમ્યકત્વકાળે અનંતા૦૪નો ક્ષયોપશમ હોય છે.
૯નોકષાય-૪સંજવ૦ : આના દેશઘાતી સ્પદ્ધકો પણ હોય છે. તેથી એનો ક્ષયોપશમ શુદ્ધ નથી હોતો, પણ ઉદયાનુવિદ્ધ હોય છે. આ ક્ષયોપશમથી ક્રમશઃ દેશવિરતિ-સર્વવિરતિ પ્રગટ થાય છે. આ ઉદ્યાનુવિદ્ધ લયોપશમ હોવાથી એમાં દેશઘાતી સ્પર્ધ્વકનો જે રસોદય હોય છે એની તરતમતાના કારણે દેશવિરતિ અને સર્વવિરતિમાં તરતમતા આવે છે ને તેથી બન્નેના અસંખ્ય અસંખ્ય સંયમસ્થાનો થાય છે એ જાણવું. અપ્રત્યા, પ્રત્યાનો તો અંશમાત્ર પણ રસોદય ન હોવાથી એના કારણે સંયમસ્થાનમાં વધઘટ થઈ શકતી નથી. માટે જ એનો રસોદય ગુણનો મૂળથી ઘાત કરનારો છે ને સંજવલનનો (ઉપલક્ષણથી નોકષાયોનો પણ) રસોદય અતિચાર આપાદક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મિથ્યાત્વમોનો ક્ષયોપશમ ૩થી ગુણઠાણા સુધી હોય છે. અનંતા૦૪નો ક્ષયોપશમ ૩થી૭ ગુણઠાણા સુધી હોય છે.