________________
અનંતમાભાગ જેટલા જ પુગલો આજ સુધીમાં ગૃહીત થયા છે, તો એકજીવથી સર્વપુગલો ગૃહીત થઈને છોડવાની વાત જ ક્યાં રહે? - એટલે આમાં અન્ય જ કોઈ વિશેષ પ્રકારની વિવફા જાણવી જોઇએ.
ભાવ પુદ્ઘપરામાટે પણ અધ્યવસાયસ્થાનો દ્વારા જે વ્યાખ્યા છે તે પણ પૂર્ણ થવાની શક્યતા નથી, કારણ કે યથાપ્રવૃત્તકરણઅપૂર્વકરણના બધા શ્રેણિના અધ્યવસાયસ્થાનને કોઇપણ એકજીવ સ્પર્શી શકતો નથી. પણ વર્ણાદિની અપેક્ષાએ જે વ્યાખ્યા છે તે રીતે ભાવ પુદ્ધપરા, પૂર્ણ થાય છે. (X) જિનનામના જઘ પ્રદેશબંધક :
જિનનામકર્મનો જઘન્યપ્રદેશબંધ સંભવિત જઘન્યયોગી અનુત્તરસુરને ભવના પ્રથમ સમયે મનુ પ્રાયોગ્ય ૩ના બંધે કહ્યો છે. આમાં કારણ એવું અપાયું છે કે શેષ દેવો તથા નારકી કરતાં અનુત્તરને યોગ ઓછો હોય છે માટે પ્રદેશબંધ ઓછો થાય છે.
આમાં વિચારીએ તો શેષ દેવ તથા નારકીને પણ જિનનામનો જઘન્યપ્રદેશબંધ હોવામાં કશો વાંધો જણાતો નથી, કારણકે અનુત્તરની જેમ આ જીવોને પણ જઘન્યયોગ તો સંભવિત છે જ. અનુત્તર કરતાં શેષ દેવાદિને યોગ અસંખ્યગુણ જ કહ્યો છે તે ઉત્કૃષ્ટદ્યોગ જાણવો. જઘન્યયોગ તો બધાને સમાન હોય છે. જો એ પણ અસમાન હોત તો, અલ્પબદુત્વમાં ઉત્કૃષ્ટદ્યોગના બોલ જેમ અલગ-અલગ બતાવ્યા છે, એમ જઘન્યયોગના બોલ પણ જુદા-જુદા બતાવ્યા હોત.
આ જ કારણ છે કે દેવદિક-વૈશ્વિક માટે દેવપ્રાયોગ્ય ૨૮નો બંધક ન કહેતાં દેવપ્રાયોગ્ય ૨૯નો બંધક કહ્યો છે. આશય એ છે કે જે સંજ્ઞીનો ઉત્કૃષ્ટયોગ ઓછો કહ્યો હોય એનો જઘન્યયોગ પણ જો ઓછો જ હોય તો સંખ્યાતવર્ષાયુષ્ક સામાન્ય મનુષ્ય કરતાં યુગલિકોનો ઉત્કૃષ્ટયોગ ઓછો હોવાથી જઘન્યયોગ પણ ઓછો સંભવે. એટલે, ૨૮ના બંધક સમ્યક્તી યુગલિકને ભવપ્રથમસમયે જે જઘન્યયોગ હોય એના
É૪૧૧