________________
છે. શોક-અરતિ અને નj૦વેદના સ્થાને હાસ્ય-રતિ અને સ્ત્રીવેદ બંધાતા હોય તો પણ આ જ ક્રમે અધિક-અધિક દલિક મળે છે. તેથી શોક અને હાસ્યને પરસ્પર તુલ્ય દલિક મળે છે. એમ અરતિ અને રતિને તેમજ નપુંવેદ અને સ્ત્રીવેદને પરસ્પર તુલ્ય-તુલ્ય દલિક મળે છે. સમાન સંખ્યક પ્રકૃતિબંધકાળે પુરુષવેદને પણ નપુંસકવેદ જેટલું જ દલિક મળે છે. પણ એ એનું ઉત્કૃષ્ટ દલિક હોતું નથી.
પાંચમા કર્મગ્રન્થમાં તથા કમ્મપયડીમાં ઉત્કૃષ્ટપદે અલ્પબદુત્વમાં સ્ત્રી-નપુંવેદ કરતાં સંક્લ૦ ક્રોધને " કહેલ છે. આ અનો અર્થ સાધિક દ્વિગુણ સમજવો જોઇએ આશય એ છે કે, મોહનીયનો ચારનો બંધક હોય ત્યારે સંવક્રોધને વધુમાં વધુ દલિક મળે છે, અને એ લગભગ ચોથા ભાગનું હોય છે. સ્ત્રી-નપુંઅવેદને પ્રથમ ગુણઠાણે ૨૨ નો બંધક હોય ત્યારે જ ઉ0દલિક મળે છે. તે વખતે ચારિત્રમોના ભાગમાં આવેલા દલિકના બે ભાગ પડી પછી બીજાભાગના લગભગ પાંચમા ભાગ જેટલું દલિક સ્ત્રીવેદ, કે નપુંસકવેદને મળે છે. જેના કરતાં સંક્રોધને મળતું ચતુર્થાશ દલિક સાધિક દ્વિગુણ હોવું સ્પષ્ટ જ છે. તેમ છતાં અહીં એને V કહ્યું એમાં ત્રણગુણ કે તેથી વધુ હોય તો જ [સંખ્યાતગુણ] s કહેવું. નહીંતર V આવી વિવક્ષા માનવી પડે.
જ્ઞાનામાં કેવલજ્ઞાન સર્વઘાતી છે. શેષદેશઘાતી ચારપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટરસબંધ મન:પર્યવ-અવધિ-શ્રુત-મતિજ્ઞાનાવરણના ક્રમે વિશેષાધિકવિશેષાધિક છે. માટે દલિકો પણ આ ક્રમમાં ઉત્તરોત્તર વિશેષાધિકવિશેષાધિક મળે છે.
દર્શનાવમાં સર્વઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રા-નિદ્રા, થીણદ્ધિ અને કેવલદર્શના૦ આ રીતે છે. માટે નવના બંધે દલિકો પણ આ ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દેશઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ અવધિદર્શના૦, અચક્ષુ અને ચક્ષુ આ ક્રમે હોવાથી દલિકો પણ એ ક્રમે મળે છે.
અંતરાયકર્મમાં દાના), લાભાઇ, ભોગા, ઉપભોગા, અને વીર્યાન્તરાય આ ક્રમે ઉત્કૃષ્ટ સબંધ હોય છે અને તેથી એ ક્રમે ઉત્કૃષ્ટપ્રદેશો મળે છે.
૪૦૭)