________________
સંબંધી સર્વઘાતી દલિકનો લગભગ છઠ્ઠો ભાગ આવે છે. તેથી, જેમ મોહનીયકર્મમાં સંજ્વલન ક્રોધનો બંધક મોહનીયનો ચતુર્વિધબંધક મળતો હોવાથી અને સંજ્વલન માનનો બંધક ત્રિવિધબંધક મળતો હોવાથી સંજ્વલનમાનને વિશેષાધિક દલિક મળે છે તેમ પ્રસ્તુતમાં પ્રચલાપ્રચલા કરતાં નિદ્રાને વિશેષાધિક દલિક મળવું જોઇએ ને?
ઉત્તર ઃ- સર્વઘાતી પ્રકૃતિઓ માટે નિયમ છે કે જે સર્વઘાતી પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય તેના ભાગના દલિકોનો અનંત બહુભાગ દેશઘાતી બની બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને જાય છે અને શેષ અનંતમો ભાગ બંધાતી સર્વઘાતી પ્રકૃતિઓને જાય છે. એટલે થીણદ્વિત્રિકનો બંધવિચ્છેદ થયા બાદ એ ત્રણેના ભાગના દલિકનો અનંત બહુભાગ તો અચક્ષુદર્શનાવરણ વગેરે ત્રણ દેશથાતીને મળવાથી નિદ્રાદ્ધિકને માત્ર અનંતમો ભાગ જ દલિક વધે છે. સામાન્યથી કોઇપણ રસબંધકાલે પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા અને થીણદ્ધિ આ ક્રમમાં જ રસ, ઉત્તરોત્તર વિશેષાધિક બંધાય છે. તે તે પ્રકૃતિની આવી વિશેષતાના કારણે, મળતું દલિક પણ આ જ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક હોય છે. વળી આવી પ્રકૃતિ વિશેષતાના કારણે પ્રાપ્ત થતું દલિકનું આધિક્ય અસંખ્યાતમો ભાગ જેટલું હોય છે. એટલે જ્યારે પહેલે ગુણઠાણે પાંચે નિદ્રા બંધાતી હોય છે ત્યારે પ્રચલાને મળતાં દલિક કરતાં નિદ્રાને અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે અને નિદ્રા કરતાં પ્રચલા-પ્રચલાને અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. વગેરે જાણવું. તેથી નવવિધબંધકને નવ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પ્રચલાપ્રચલાને પ્રકૃતિ વિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દૃલિક મળે છે જ્યારે ષવિધબંધકને છ જ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં, પ્રકૃતિઅલ્પતા થવાના કારણે નિદ્રાને મળતાં દલિકનું આધિક્ય અનંતમો ભાગ જ હોય છે. આના કરતાં અસંખ્યાતમો ભાગ મોટો હોય એ સ્પષ્ટ છે. તેથી ષવિધબંધકાળે નિદ્રાને મળતાં દલિક કરતાં પણ નવવિધ બંધકાળે પ્રચલાપ્રચલાને મળતું દલિક અધિક હોવામાં કોઇ અસંગતિ નથી.
આ જ કારણ છે કે મોહનીયકર્મમાં પણ અપ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા, લોભ પછી પ્રત્યાખ્યાનાવરણમાન...વગેરેના ક્રમે ઉત્તરોત્તર
૪૦૫