________________
જ્ઞાનાવ વગેરેનો સ્થિતિબંધ ૨૦કોકો,સાગરોપમ છે. મોહનીયમાં મિથ્યાત્વમોહનીય ૭૦કો કો) અને ચારિત્રમોહનીયનો ૪૦કોકોસાછે. આમાં મિથ્યાત્વ મોહનીય સર્વઘાતી હોવાથી એને તો માત્ર અનંતમો ભાગ દલિક જ મળે છે. તેથી મોહનીયકર્મને મળતાં કુલ દલિકમાં એ મહત્વનો ભાગ ભજવતું નથી. સંજવ૦ ૪ દેશઘાતી છે અને એનો ૪૦ કોકોસા) સ્થિતિબંધ છે જે જ્ઞાના૦ના ૩૦કોઇકોઇ કરતાં વિશેષાધિક છે, માટે મોહનીયની સ્થિતિબંધ જ્ઞાનાવરણીયાદિના સ્થિતિબંધ કરતાં સાધિક દ્વિગુણ હોવા છતાં એને મળતું કુલ દલિક વિશેષાધિક હોય છે. અલબતું આ પણ એક દલીલ અપાતી હોવાથી અહીં જણાવી છે. મુખ્ય દલીલ તો પેજ નં. ૪૦૩માં નિષેક રચનાની જે વાત કરી છે એ જ જાણવી.
(U) પ્રશ્ન :- પ્રદેશવહેંચણીમાં, સર્વઘાતીના ભાગે અનંતમાં ભાગના જ પુદ્ગલ જે આવે છે એનું કારણ શું?
ઉત્તર- તથાસ્વભાવે જ જેમ જેમ રસ વધતો જાય તેમ તેમ દલિકો ઓછા થતા જાય છે. ઉત્તરોત્તરસ્પદ્ધકોમાં દલિક વિશેષહીન-વિશેષહીન હોય છે. વળી જઘન્ય દેશઘાતી રસસ્પદ્ધકથી લઈને ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પદ્ધક સુધી પહોંચતા પહોંચતા જ દલિકોના અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય છે. તેથી ત્યારબાદના સ્પદ્ધકોને (કે જે સર્વઘાતી છે તેને) માત્ર અનંતમાં ભાગનું જ દલિક મળે છે.
(V) પ્રશ્ન : પ્રદેશ વહેંચણીના ઉત્કૃષ્ટ અલ્પબદુત્વમાં દર્શનાવરણમાં પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા વગેરે ક્રમે વિશેષાધિક-વિશેષાધિક કહેલ છે, પણ આ શી રીતે ઘટે? કારણ કે પ્રચલા અને નિદ્રા તો દર્શનાવરણના પવિધબંધકને પણ બંધાય છે જ્યારે પ્રચલપ્રચલા વગેરે તો દર્શનાવરણના નવવિધબંધકને જ બંધાય છે. આશય એ છે કે પ્રચલ પ્રચલાના બંધકાળે દર્શનાવરણની નવેય પ્રકૃતિઓ બંધાતી હોવાથી એના ભાગે જે સર્વઘાતી દલિકો આવેલાં હોય છે એના નવભાગ પડતા હોવાથી પ્રચલાપ્રચલાના ભાગે લગભગ નવમો ભાગ આવતો હોય છે. નિદ્રાના બંધકાળે તો (ત્રીજા વગેરે ગુણઠાણે) દર્શનાવરણીયની છે જે પ્રકૃતિઓ બંધાતી હોવાથી નિદ્રાના ભાગે દર્શનાવરણ
૪૦૪)