Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 463
________________ આ બધા જ કર્મોમાં ઉત્કૃષ્ટ ભિન્ન રસ બંધાતો હોય ત્યારે પણ આ જ ક્રમમાં રસ બંધાતો હોવાથી એ વખતે પણ આ જ ક્રમમાં દલિકો મળે છે એ જાણવું. હંમેશ માટે રસબંધ આ જ ક્રમમાં અધિક-અધિક બંધાતો હોય છે એ જ એક કારણ બની રહે છે કે શ્રેણિમાં દેશઘાતી રસબંધનો પ્રારંભ પણ આ જ ક્રમમાં થાય છે. જેનો રસ ઓછો બંધાતો હોય તેનો રસબંધ વહેલો દેશઘાતી થઈ જાય એ સુગમ છે. પાંચમા કર્મગ્રન્થમાં તથા કર્મપ્રકૃતિચૂર્ણિમાં જઘન્યપદે નામની જે પ્રકૃતિઓનું અલ્પબદુત્વ આપ્યું નથી, એમાંની આઠ પ્રત્યેક પ્રકૃતિઓનું અલ્પબહુત્વ આગળ કહેવામાં આવશે. એ સિવાયની પ્રકૃતિઓનું અર્થાત્ બે વેદનીય, બે ગોત્ર, ૧૫ બંધન નામકર્મ, વર્ણાદિ ૨૦, ૨ ખગતિ, સ્થિરષક અને અસ્થિરષક. આ પ૩ પ્રકૃતિઓનું અલ્પબહુત બાકી રહે છે. આમાંથી પરસ્પર પ્રતિપક્ષી એવી બન્ને વેદનીય, બન્ને ગોત્ર, બન્ને ખગતિ, તથા સ્થિર-અસ્થિર વગેરે છએ જોડકાં...આ બધી પ્રકૃતિઓને સપ્તવિધબંધક સર્વજઘન્યયોગી સૂક્ષ્મઅપર્યાપ્ત એકેન્દ્રિયજીવ ભવાઘસમયે ઉદ્યોત સાથે પંચે પ્રાયોગ્ય ૩)પ્રકૃતિ બાંધે ત્યારે સમાન રીતે બાવી શકે છે. એટલે જઘન્યપણે શાતાને જેટલું મળે છે એટલું જ અશાતાને પણ મળી શકે છે. એમ શુભખગતિને મળે છે. એટલું જ કુખગતિને મળી શકે છે. આવું જ આમાંની બધી બબ્બે પ્રતિપક્ષી પ્રકૃતિઓ માટે છે. માટે બધી તુલ્ય દલિક મેળવતી હોવાથી એમાં અલ્પબદુત્વ છે નહીં. વર્ણાદિ ૨૦ ધ્રુવબંધી છે. એટલે બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી સમાન રીતે બંધાયા જ કરે છે. એટલે ઉત્કૃષ્ટ કે મધ્યમપદે જે ક્રમે કષ્ણ-નીલાદિ પ્રકૃતિઓને દલિક મળે છે એ જ ક્રમે જઘન્યપદે પણ મળતું હોવું જોઇએ. માટે ઉત્કૃષ્ટપદે એનું જે અલ્પબહુત્વ છે એ જ જઘન્યપદે પણ માનવું ઉચિત લાગે છે. તથા બંધનનામકર્મ અંગે શરીર-સંઘાતનનામકર્મનું જઘન્યપદે જે અલ્પબદુત્વ કહ્યું છે એને અનુસરીને જ અલ્પબદુત્વ જાણવું જોઇએ. અર્થાત્ ઔદાદા અલ્પ, પછી ઔદા તૈ૦, ઔદા)કા), દાળ તૈકા) તૈતૈ, તૈકા), કાકા, આ ૬ બોલ v, પછી વૈવવૈ0 a પછી વૈ9તૈ૦, વૈ0કા), વૈoૌકાઆ ૩ ૪-૫, પછી આહાઅઆહા0 a ને પછી આહા તૈ), આહાવકા), આહાવતૈકા, આ ત્રણે -V. ટીકામાં, T૪૦૮T

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488