________________
વિશેષાધિક દલિક કહેલ છે. અન્યથા અનંતાનુબંધીના બંધકાળે કષાયમોહનીયની ૧૬ પ્રકૃતિઓ બંધાય જ છે જ્યારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના બંધકાળે અનુક્રમે માત્ર ૧૨ અને ૮ પ્રકૃતિઓ પણ બંધાવી શક્ય છે. તેથી અનંતા માન, ક્રોધ, માયા, લોભ, અપ્રત્યા૦ માન, ક્રોધ, માયા, લોભ, પ્રત્યા માન, ક્રોધ, માયા લોભ આ ક્રમ દેખાડવો પડત પણ એ દેખાડયો નથી, કારણકે અનંતાનુબંધી ન બંધાતી હોય ત્યારે એના ભાગનું અનંતબહુભાગ દલિક તો દેશઘાતી થઇ ૪ સંજ્વલનને જ મળવાથી અપ્રત્યા૦ વગે૨ેને માત્ર અનંતમો ભાગ દલિક જ વધે છે જયારે અનંતાનુબંધીના બંધકાળે એનો અધિક૨સ બંધાતો હોવાથી એને અપ્રત્યા૦ પ્રત્યા, કરતાં પ્રકૃતિવિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. એટલે કષાયમોહનીયની ૧૬ પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અનંતાનુબંધીને જે દલિક મળે છે તે, ૧૨ પ્રકૃતિઓના બંધ વખતે અત્યાને મળતાં દલિકથી અને ૮પ્રકૃતિઓના બંધકાળે પ્રત્યાને મળતાં દલિકથી પણ અધિક હોવાથી અલ્પબહુત્વનો આવો ક્રમ આપ્યો છે.
પ્રશ્ન :- અપ્રત્યા૦ માન કરતાં અપ્રત્યા૦ ક્રોધને દલિક વિશેષાધિક મળે છે એમાં તથાસ્વભાવને હેતુ કહેલ છે. આ તથાસ્વભાવ એટલે પ્રકૃતિની પોતપોતાની વિશેષતા....આ પ્રકૃતિવિશેષતા શું છે?
ઉત્તર:- બંધાતા રસમાં આધિક્ય એ એક પ્રકારની પ્રકૃતિવિશેષતા છે જે પ્રાપ્ત દલિકનું અસંખ્યતમા ભાગે આધિક્ય કરે છે. અપ્રત્યા૦ માનનો ઉત્કૃષ્ટરસ જેટલો બંધાય છે એના કરતાં અપ્રત્યાક્રોધનો ઉત્કૃષ્ટરસ વિશેષાધિક બંધાય છે. જેમ સ્થિતિ અધિક બંધાતી હોય તો દલિક અધિક મળે છે તેમ સમાનસ્થિતિબંધ હોવા છતાં, રસ અધિક બંધાતો હોય તો પણ દલિક અધિક મળે છે.
કષાયમોહનીયમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ અપ્રત્યા૦ માન-ક્રોધ-માયાલોભ, પ્રત્યા૦માન-ક્રોધ-માયા-લોભ, અનંતા૦ માન-ક્રોધ-માયા-લોભ, મિથ્યાત્વ... આ રીતે છે, એટલે આ બધાનો બંધ થતો હોય ત્યારે આ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક દલિકો મળે છે. શેષ પ્રકૃતિને દેશઘાતી હોવાથી અનંતગુણ દલિક મળે છે. એમાં પણ જુગુ, ભય, શોક, અતિ, અને નપુંવેદ આ ક્રમે ઉત્કૃષ્ટરસબંધ છે અને આ જ ક્રમે પ્રદેશવહેંચણી
૪૦૬