________________
કારણે લગભગ ૭ગણું મળી શકે છે. પણ તે ન લેતાં ૧૦મે ગુણઠાણે મૂળ છ પ્રકૃતિઓનો બંધ લીધો છે અને તેથી વિશેષાધિક કહેલ છે.
શંકા :- જો સ્થિતિબંધને અનુસરીને દલિક મળતું હોય તો આયુષ્ય કરતાં નામગોત્રનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી દલિક પણ ઙ મળવું જોઇએ, V નહીં.
સમાધાન :- આયુષ્યના ઉદયને અનુસરીને જ નરકતિ વગેરે કર્મોના ઉદય થતા હોવાથી આયુષ્યકર્મ પ્રધાન છે, ને, નામ-ગોત્ર એવા પ્રધાન નથી, માટે માત્ર । જ મેળવે છે.
બીજું કારણ વિચારવું હોય તો આવું પણ વિચારી શકાય છે કે સામાન્યથી નિષેક રચનામાં દલિક ગોપુચ્છાકારે ગોઠવાય છે, અર્થાત્ ઉત્તરોત્તર નિષેકમાં પડતું દલિક ઓછું ઓછું હોય છે. આ ઓછું ઓછું એવી રીતે થાય છે કે જેના કારણે Pla જેટલા નિષેકો પસાર થાય એટલે હવેના નિષેકમાં પ્રથમ
નિષેકની અપેક્ષાએ અડધું જ દલિક હોય છે. આ નિષેકને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. આ નિષેક પછીના નિષેકોમાં પણ દલિક ઓછું ઓછું થવાનું તો ચાલુ જ હોય છે. એટલે બીજા Pla જેટલા નિષેકો ગયા પછીના નિષેકમાં ઓર અડધું જ દલિક (અને પ્રથમનિષેકની અપેક્ષાએ ચોથાભાગનું જ દલિક) હોય છે. આમ Pla-Pla ના આંતરે ઉત્તરોત્તર અડધા-અડધા દલિકવાળા નિષેક હોય છે. ને એ નિષેકોને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. P/aના આંતરે આંતરે આવતા હોવાથી એક પલ્યોપમમાં આવા અસંખ્યદ્વિગુણહાનિસ્થાનો આવે છે. અર્થાત્ એક પલ્યોપમ જેટલી સ્થિતિ પસાર થાય ત્યાં સુધીમાં દલિક અસંખ્યવાર અડધું અડધું થઇ ગયું હોય છે, અર્થાત્ અસંખ્યાતમાં ભાગનું જ થઇ ગયું હોય છે. આનો અર્થ એ થાય છે કે કોઇપણ કર્મનું અસંખ્યબહુભાગ દલિક પ્રથમનિષેકથી લઇને એક પલ્યોપમ સુધીના નિષેકોમાં જ આવી જાય છે, અને ત્યાર પછીના ૩૩સાગરોળ, અંતઃકોકો૦, ૨૦-૩૦-૪૦ કે ૭૦કોકોસા૦ જેટલા નિષેકો હોય એ બધામાં પડતું કુલ દલિક પણ એક અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. એટલે ૩૩ સાગરોથી ૨૦કોકોસા સુધી વધતી સ્થિતિમાં પણ દલિકોની વૃદ્ધિ તો એક અસંખ્યાતમાં ભાગ જેટલી જ હોય અને તેથી વિશેષાધિક કહેલી હોય એ સંભવિત છે.
૪૦૩