________________
તિરુદ્ધિકાદિ સાથે પરાભાવ શરૂ થાય છે એના કરતાં અલ્પસ્થિતિબંધ સંભવિત જ ન હોવાથી અંતઃકોકોથી ૧૮કોકો૦ સુધીના દરેક સ્થિતિબંધ પરા મધ્યમપરિણામે જરસબંધ સંભવિત છે. એમ દેવદ્વિક શુભપ્રકૃતિ છે અને મનુદ્ધિકાદિ સાથે ૧૦કોકો સુધી પરાભાવે બંધાય છે. અને આ જ એનો ઉ સ્થિતિબંધ છે. માટે પરાભાવીય અંતઃકોકોથી ૧૦કોકો૦ સુધીના દરેક સ્થિતિબંધે એનો જઘ૦૨સબંધ મધ્યમપરિણામે શક્ય છે. બંધવિહાણું વગેરે ગ્રન્થોમાં પણ આવું જ નિરૂપણ છે. એટલે મેં પણ પદાર્થ નિરૂપણમાં આ પ્રમાણે જ આ બંને દ્વિકોનો પણ જઘરસબંધ પરા૦મધ્યમપરિણામે જણાવ્યો છે એ જાણવું.
(R) અશાતાના અંતઃકોકોસાળ જળસ્થિતિબંધથી શાતાના ૧૫ કોકોસા∞ ઉ સ્થિતિબંધ સુધીના પ્રત્યેક સ્થિતિબંધ પણ જુદા જુદા અસંખ્ય પરિણામોથી શક્ય હોય છે. એમાંથી કેટલાક પરિણામો એવા હોય છે કે જેનાથી જીવ માત્ર શાતા જ બાંધી શકે છે, પરાવર્તમાન પામી અશાતા બાંધી શકતો નથી. એમ કેટલાક પરિણામોથી માત્ર અશાતા જ બાંધી શકે છે, શાતાનો બંધ કરવા રૂપ પરાવર્ત થઇ શકતો નથી. પણ આ બન્ને સિવાયના અન્ય કેટલાક પરિણામ એવા હોય છે કે જેથી શાતા-અશાતાના બંધનો પરાવર્ત થઇ શકે છે. આ પરિણામો પરાવર્તમાનમધ્યમપરિણામ કહેવાય છે. આને જ બીજી રીતે કહેવું હોય તો આ સ્થિતિબંધસ્થાનોમાં જીવ જો એકાંત સંક્લેશપૂર્વક આવતો હોય તો માત્ર અશાતા જ બંધાય છે, એકાંત વિશુદ્ધિ સાથે આવતો હોય તો માત્ર શાતા જ બંધાય છે. આશય એ છે કે અંતમુળ સુધી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં આ સ્થિતિબંધાદ્ધા દરમ્યાન ઉત્તરોત્તર સમયે સંક્લેશ વધતો જતો હોય તો એકાંતસંક્લેશ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે એનાથી માત્ર અશાતા જ બંધાઇ શકે છે, ને અશાતા પરથી શાતાનો પરાવર્ત પણ થઇ શકતો નથી. એમ એ કાળ દરમ્યાન ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધતી જતી હોય તો એ એકાંતવિશુદ્ધિ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે તેનાથી માત્ર શાતા જ બંધાઇ શકે છે, તેમજ શાતા પરથી અશાતાનો પરાવર્ત થઈ શકતો નથી. પણ જો ઉત્તરોત્તર સમયે પરિણામોમાં સ્થિરતા કે સામાન્ય વધ-ઘટ
૨૬
૪૦૧