Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 454
________________ (Q) સ્વોપજ્ઞટીકામાં સૂક્ષ્મત્રિક અને વિક્લત્રિકના જધરસબંધક તરીકે તત્કાયોગ્યવિશુદ્ધ જીવોને કહ્યા છે. પણ એ કહેવા પાછળ શું આશય છે? એ સમજાતું નથી. આશય એ છે કે પરાભાવે ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે અશુભ અધાતીપ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ હોય એનો જઘરસબંધ પરાભાવે મળે છે, જેમકે અશાતા,...... પણ જે અશુભનો જઘન્યસ્થિતિબંધ એના કરતાં (પરાભાવીય જઘ સ્થિતિબંધ કરતાં) પણ ઓછો મળે છે એનો જવરસબંધ પરાભાવે ન મળતાં જઘન્યસ્થિતિબંધે જ તત્કાયોગ્ય તીવ્ર વિશુદ્ધિએ જ મળે છે, જેમકે તિરુદ્ધિકર,....કારણકે પરાભાવે થતાં સ્થિતિબંધો દરમ્યાન જે જઘન્યરસબંધ અધ્યવસાયસ્થાન હોય છે, એના કરતાં પણ પરાભાવથી નીચે ઉતરીને સ્થિતિબંધ જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ સબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાયસ્થાનો સંભવિત બનતા જાય છે. (કમ્મપયડીમાં અનુકૃષ્ટિના નિરૂપણમાં આ વાત સ્પષ્ટ થશે.) શુભપ્રકૃતિઓ માટે આનાથી વિપરીત જાણવું. અર્થાત્ પરાભાવે વધુમાં વધુ જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે શુભપ્રકૃતિનો ઉ∞સ્થિતિબંધ હોય એનો જવરસબંધ પરાભાવે મળે છે કારણકે પરાનો પ્રારંભ જ્યાંથી થાય એવા અંતઃકોકોથી એના ઉ∞સ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધે જઘન્યરસ બંધાવી આપે એવું અધ્યવસાયસ્થાન સંભવિત હોય જ છે. જેમકે શાતા..... પણ જે શુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ પરાભાવીય ઉ∞સ્થિતિબંધ કરતાં અધિક હોય છે. એનો જÖરસબંધ ઉ સ્થિતિબંધે ઉત્સંક્લેશવાળાને જ હોય છે, કારણકે પરાભાવે થતા સ્થિતિબંધો દરમ્યાન જે જઘરસબંધાધ્યવસાયસ્થાન હોય છે એના કરતાં પણ પરાભાવથી આગળ વધી સ્થિતિબંધ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ રસબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાયસ્થાનો સંભવિત બનતા જાય છે. જેમકે પંચે જાતિનામકર્મ ૧૮કોકો૦ સુધી પરાભાવે બંધાય છે, પણ એનો ઉ સ્થિતિબંધ તો એના કરતાં વધીને ૨૦કોકોસા જેટલો છે. તો એનો પરાભાવે જે ઓછામાં ઓછો રસ બંધાય છે, એના કરતાં પણ ૨૦કોકો સ્થિતિબંધે સર્વસંક્લિષ્ટને બંધાતો રસ ઘણો ઓછો હોવાથી એ જ એનો જ૦૨સબંધ કહેવાય છે, પરાભાવીય અલ્પ૨સ નહીં. પણ શાતાવેદનીય ૩૯૯

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488