________________
કુખગતિ, આતપ, સ્થાવરદસક અને અશાતા આ ૩૧ પ્રકૃતિઓને એકેન્દ્રિયજીવ પોતાની તીવ્ર વિશુદ્ધિવાળી અવસ્થામાં બાંધતા નથી. પણ મધ્યમવિશુદ્ધિમાં જ બાંધે છે. એટલે એવી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જ એનો જઘ સ્થિતિબંધ મળે છે. તથા આ પ્રકૃતિઓનો જે જઘન્યસ્થિતિબંધ થાય એના કરતાં પંચે જાતિ વગેરે રૂપ તે તેની પ્રતિપક્ષી પ્રકૃતિનો જધસ્થિતિબંધ વધારે ઓછો થાય છે.
(N) શ્રી તત્ત્વાર્થસૂત્રમાં વિષયાવિષે દિવરમાં: ।।૪-૨૭ સૂત્રાનુસારે વિજ્યાદિમાં ગમન પછી અચ્યુતાદિમાં ગમન શકય નથી. જયારે અહીં સર્વત્ર બે વાર વિજ્યાદિમાં ગમન પછી ૩વાર અચ્યુતગમન દર્શાવ્યું છે, માટે એ મતાંતર જાણવો. વિજ્યાદિમાં ગયેલો પણ અનેક ભવો કરે છે એવો એક મત છે. (છ્તાં આ બધા ભવો મનુષ્યના અને વૈમાનિક દેવના જ હોય.)
(૦) શંકા :- મિથ્યાત્વીજીવ યથાપ્રવૃત્તકરણાદિ વિશુદ્ધ અવસ્થામાં તો પુવેદ જ બાંધે છે. તભિન્ન અવસ્થામાં ત્રણે વેદ બાંધે છે. એમાં સ્ત્રીનપુંવેદનો જે જય સ્થિતિબંધ હોય ત્યાંથી લઇને ૧૦કોકો૦ સુધી ત્રણે વેદ બંધાઇ શકે છે. તો આ સ્થિતિબંધ દરમ્યાન સાતાવેદનીયાદિની જેમ પરાવર્તમાનમધ્યમપરિણામે એનો જઘન્યરસબંધ કેમ નથી કહ્યો?
સમાધાનઃ-પરાવર્તમાનમધ્યમપરિણામે તત્કાયોગ્ય બધા સ્થિતિ-સ્થાને જઘન્ય૨સબંધ માત્ર અઘાતીપ્રકૃતિઓનો થાય છે, ઘાતીપ્રકૃતિઓનો નહીં...ાતીપ્રકૃતિઓનો તો વિશુદ્ધિથી જ જઘન્યરસબંધ થાય છે એ જાણવું. તે પણ એટલા માટે કે એના અધ્યવસાયો અનાક્રાન્ત હોય છે. એટલે, ઘટતા જતા તે તે દરેક સ્થિતિબંધે સંભવિત જઘરસબંધ અશાતાદિની જેમ એક સરખો ન રહેતા ઉત્તરોત્તર ઘટતો જ જાય છે. અને તેથી સંભવિત સર્વ જ સ્થિતિબંધે જે ઉવિશુદ્ધિ સંભવતી હોય એ વિશુદ્ધિથી જ જ૦૨સબંધ થાય છે.
(P) અતિ-શોકના જઘ૦૨સબંધક અપ્રમત્તાભિમુખ પ્રમત્તને જે કહ્યા છે, એમાં પ્રમત્તગુણઠાણાના ચરમ-દ્વિચરમાદિસમયો ન લેવા, કારણકે એ વિશુદ્ધચમાન અવસ્થા હોવાથી એ વખતે તો હાસ્ય-રતિ જ બંધાય છે, અતિ-શોક નહીં, પણ એવી વિશુદ્ધયમાન અવસ્થાની પૂર્વનો સમય લેવો.
૩૯૮