________________
બાંધે છે. પણ તિરુદ્રિકાદિ બાંધતા નથી. સંક્લિષ્ટ અવસ્થા કે મધ્યમ પરિણામમાં જ તેઓ તિવૃદ્ધિકાદિ બાંધી શકે છે, કે જ્યારે જૉસ્થિતિબંધ હોતો નથી. પણ તેઉકાય-વાઉકાયના જીવો તો ભવસ્વભાવે જ મનુદ્ધિકાદિ બાંધી શકતા નથી. એટલે તીવ્રવિશુદ્ધિમાં પણ તિબદ્રિક, નીચગોત્ર અને ઉદ્યોતને બાંધે છે ને એ વખતે એનો જઘસ્થિતિબંધ કરે છે.
શંકા : જો આ રીતે ઉદ્યોતનો જઘસ્થિતિબંધ તેઉ૦-વાઉકાયના જીવો કરે છે, તો આતપનો જઘ૦સ્થિતિબંધ પણ તેઓ જ કરે છે, પૃથ્વીકાયાદિ નહીં, એમ પણ કહેવું જોઇએ ને? કારણ કે પૃથ્વીકાયાદિ તો તીવ્રવિશુદ્ધિમાં મનુદ્ધિક બાંધે કે જયારે તિર્યંચપ્રાયોગ્ય એવું આતપનામકર્મ પણ બંધાતું નથી જ.
સમાધાન : તીવ્રવિશુદ્ધિમાં પણ તેઉ-વાઉકાય તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે ને ત્યારે ઉદ્યોત પણ બંધાઈ શકતું હોવાથી એનો જઘ૦સ્થિતિબંધ એ વખતે મળી શકે છે. પણ એ વિશુદ્ધિકાળે તે ઉ-વાઉના જીવો પંચેન્દ્રિયજાતિનામકર્મ જ બાંધે છે, એકે૦ જાતિનામકર્મ નહીં. અને તેથી એ વિશુદ્ધિ દરમ્યાન આતપ બંધાઈ શકતું નથી, કારણકે એ એકેચપ્રાયોગ્ય છે. એટલે તેઉવાઉના જીવો જે મધ્યમવિશુદ્ધિ સુધી એક0પ્રાયોગ્ય બાંધી શકે છે ત્યાં સુધી જ આતપ પણ બંધાય છે, ને આવી મધ્યમવિશુદ્ધિમાં તો પૃથ્વીકાયાદિ પણ એકે પ્રાયોગ્ય બાંધી શકે છે ને સાથે આતપ પણ બાંધી શકે છે. માટે આતપનો જઘસ્થિતિબંધ પૃથ્વીકાયાદિ પાંચમાંથી કોઈપણ કરી શકે છે. આનાથી એ પણ જણાય છે કે ઉદ્યોતનો જેટલો જઘ૦સ્થિતિબંધ થાય છે એના કરતાં આપનો જઘડસ્થિતિબંધ અધિક હોય છે.
જે ૮૫ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જઘન્યસ્થિતિબંધ કહ્યો છે તેમાંથી. ૫ નિદ્રા, આદ્ય ૧૨ કષાય, હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા, મિથ્યા), મનુ દ્વિક, તિરુદ્રિક, પંચ૦જાતિ, ઔદાદ્રિક, તૈ૦૧૦-કા૨શ, પ્રથમ સંઘ૦-સંસ્થાન, વર્ણાદિ ૪, શુભખગતિ, યશ, ઉચ્ચગોત્ર, ઉદ્યોત, અગુરુ, નિર્માણ, ઉપઘાત, ત્રસનવક અને નીચગોત્ર આ પ૪ પ્રકૃતિઓને એકે,જીવ તીવ્રવિશુદ્ધિમાં પણ બાંધે છે માટે ત્યારે એનો જઘ૦સ્થિતિબંધ મળે છે, પણ આ સિવાયની નપુંવેદ, સ્ત્રીવેદ, અરતિ, શોક, જાતિચતુ), અપ્રથમસંઘયણ-સંસ્થાન ૧૦,