________________
3
(5ઘટાડો) અને આકર્ષના પ્રથમસમયે ઉદ્વર્તના (=વધારો) દેવાદિ કોઇપણ આયુષ્યમાં થઈ શકે છે. પણ જો બાંધેલું આયુષ્ય નિકાચિત કરી દીધું હોય તો આ અપર્વતના કે ઉદ્વર્તના પણ થઈ શકતી નથી. જિનનામનો બંધ :
કર્મસાહિત્યમાં જિનનામના બંધ વગેરેની જે પણ વાત આવે તે બધી નિકાચિત જિનનામના અંગે જ હોય છે, (સાવદ્યાચાર્યે જિનનામના દલિકો જે ઉપાર્જલા ને પછી વીખેરી નાખ્યા તેવા) અનિકાચિત જિનનામનો ક્યાંય ઉલ્લેખ કર્મસાહિત્યમાં છે નહીં.... એટલે ઉત્કૃષ્ટ કે જઘન્યસ્થિતિબંધ જિનનામનો જે કહ્યો છે તે નિકાચિત જિનનામ પૂર્વના ત્રીજા ભવથી જે બંધાય છે તે અંગે જ જાણવો જોઇએ. -
વાસ્તવિક્તા એ છે કે પૂર્વના ત્રીજા ભવથી બંધાતા જિનનામના જ જઘન્યઉત્કૃષ્ટસ્થિતિબંધની વાત છે, તે છતાં કશો વિરોધ નથી. અરે! પૂર્વના ત્રીજાભવની શું વાત? ચરમભવમાં ક્ષપકશ્રેણી માંડી દે, ને તેના આઠમાના છઠ્ઠા ભાગે જે ચરમબંધ થાય છે કે જેના પછી સંસારકાળ વધુમાં વધુ પણ દેશોનપૂર્વક્રોડ કે દેશોનલાખ પૂર્વ જ સંભવે છે, તે પણ અંતઃકો કોસા) પ્રમાણ હોય જ છે પણ જીવ જેવો અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે કે તરત નિકાચનાનો વિચ્છેદ થાય છે, અર્થાત્ પ્રતિસમય અસંખ્યાતમા ભાગના દલિકો જે નિકાચિત થઈ રહ્યા હતા તે (=નિકાચનાકરણ) અટકી જાય છે અને જુના દલિકોમાં જે નિકાચના થયેલી તે પણ નીકળી જાય છે, અને બધું દલિક અનિકાચિત થઈ જાય છે. એટલે પછી એના સ્થિતિઘાત વગેરે થવા દ્વારા સ્થિતિસત્તા ઉત્તરોત્તર ઘટતી જાય છે, ને ક્ષપકશ્રેણી પૂરી થાય ત્યાં સુધીમાં એ Pla થી વધુ રહી શકતી નથી. ૧૩માં ગુણઠાણાનો કાળ પૂર્ણ થવા આવે ને છતાં જો આની સત્તા, આયુષ્ય કરતાં વધુ રહી હોય તો છેવટે કેવલિસમુદ્ધાત દ્વારા વધારાની સત્તાને જીવ હણી નાખે છે ને તેથી આયુષ્યની સાથે જ જિનનામ પણ ક્ષીણ થઈ જાય છે. (એક મતે તો ક્ષપકશ્રેણી પૂર્ણ થવા પર Pla જેટલી સત્તા બધા જીવોને એક સરખી હોય છે, ને પછી તેરમાના અંતભાગે પણ એ Pla જેટલી હોય જ છે, જે આયુષ્ય
૩૯૫OG