________________
પ્રારંભ કર્યો....અંતર્મુ૦ સુધી કર્યો.... પછી અટકી ગયો. કાળાંતરે પુનઃ ચાલુ કર્યો.....અંતર્મુહૂર્ત સુધી કર્યો.... પછી અટકી ગયો.... વળી કાળાંતરે ચાલુ કર્યો...... આ રીતે, આંતરે આંતરે વિવક્ષિત પ્રક્રિયા થવી એ ‘આકર્ષ' કહેવાય છે. ક્યારેક આયુબંધ એક જ આકર્ષથી થાય છે, ક્યારેક બે આકર્ષથી....ક્યારેક ત્રણ આકર્ષથી.... એમ યાવત્ ઉત્કૃષ્ટથી આકર્ષથી પણ આયુબંધ થાય છે. એક, બે..યાવત્ આઠે આકર્ષનો કુલ કાળ પણ અંતર્યુ જેટલો જ હોય છે.
આ આકર્શો ક્યારે થાય ?
એક મતે અંતર્મુકાળમાં આકર્ષો કહ્યા છે, પણ એ આયુબંધની સંભાવનાના પ્રારંભે જ થઇ જાય? અંતે થાય? છૂટા છવાયા થાય? કે ગમે ત્યારે ભેગા થાય? આ અંગેનું કશું સ્પષ્ટીકરણ કર્યું નથી.
બીજા એક મતે, બે તૃતીયાંશ આયુષ્ય પૂર્ણ થયે જો આયુબંધ પ્રારંભ કરે તો ત્યારે પહેલો આકર્ષ થાય, શેષ એક તૃતીયાંશનો બે તૃતીયાંશ ભાગ વીત્યે બીજો આકર્ષ થાય. વળી બાકી રહેલા એક તૃતીયાંશનો બે તૃતીયાંશ ભાગ વીતી જાય ત્યારે ત્રીજો આકર્ષ થાય. આમ ઉત્તરોત્તર જાણવું. આકર્ષ થાય, તો આ જ કાળે થાય, પણ થાય જ એવો નિયમ નથી. કારણકે એ કાળે જો જીવ અત્યંત વિશુદ્ધચમાન કે સંક્લિશ્યમાન હોય તો આયુબંધ થતો નથી. આયુબંધ માટે ઘોલમાન પરિણામો જોઇએ છે. ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધ્યા કરતી હોય તો વિશુદ્ધમાનપરિણામો કહેવાય છે (જેમકે સમ્યક્ત્વ પ્રાપ્તિની પ્રક્રિયા વગેરેનો કાળ). ઉત્તરોત્તરસમયે સંક્લેશ વધતો જતો હોય તો સંક્વિશ્યમાન અવસ્થા કહેવાય છે. આ બન્નેમાં આયુબંધ થતો નથી. પણ જે વિવક્ષિત સમયે જેવી વિશુદ્ધિ કે સંક્લેશમાં જીવ હોય, લગભગ એવી જ વિશુદ્ધિ કે સંક્લેશ જળવાયા કરે, સામાન્ય વધઘટ થયા કરે (અર્થાત્ જે પરિણામ હોય એની આસપાસ જ જીવ રમ્યા કરે) પણ કૂદકે-ભૂસકે વધ કે ઘટ ન થતી હોય. તો આવી અવસ્થાને ઘોલમાન પરિણામ કહેવાય છે, એમાં આયુબંધ થઇ શકે છે.
જો પહેલા બે તૃતીયાંશભાગે આયુબંધનો પ્રારંભ ન કરે તો,
૩૯૩