________________
પરાઘાતનામકર્મની અસર હોય. પરાઘાતનામકર્મના ઉદયવાળા જીવોને ઓરા રૂપે છુટતાં આ પુદ્ગલો એવા પ્રકારના હોય કે જેથી એનાથી ભાવિત ક્ષેત્રમાં આવનાર વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. યશનામકર્મ જીવવિપાકી છે, માટે આવી વિશિષ્ટ ઓરા વગેરેથી નિરપેક્ષ હોવાના કારણે વ્યક્તિની અનુપસ્થિતિમાં પણ એનો યશ ગવાય છે. આવું પરાઘાત માટે નથી. એટલે વિવક્ષિત વ્યક્તિ અનુપસ્થિત હોય ત્યારે તો એનો પરાભવ કરવા માટે પ્રતિસ્પર્ધ્વ ઘણા આયોજનો-પ્રશ્નોત્તર વગેરે વિચારી રાખે છે ને એ રીતે એનો પરાભવ થશે જ એવો વિશ્વાસ પણ એને ઊભો થાય છે. પણ એ જ આયોજનના પક્કા નિર્ણય સાથે જેવો એ પ્રતિસ્પર્ધો વિવક્ષિત વ્યક્તિના સાન્નિધ્યમાં આવે છે કે તરત કોને ખબર એને શું થઈ જાય છે? કે જેથી એનો વિશ્વાસ ડગી જાય છે, હિંમત તૂટી જાય છે, જે કાંઈ વિચારી રાખેલું ને પ્રયત્નપૂર્વક ગોખી ગોખીને યાદ કરી લીધેલું એ ભૂલાઈ જાય છે. યાદ હોય તો પણ જીભ થોથવાવા લાગે છે. આમાંનું જે થવું હોય તે થાય. પણ વિવક્ષિત વ્યક્તિનો પરાભવ એ પ્રતિસ્પર્ધ્વ કરી શકતો નથી, ઉપરથી સ્વયં પરાભૂત થઇ જાય છે એ વાત ચોક્કસ બને છે. વિવક્ષિત વ્યક્તિના સાંનિધ્યમાં આવ્યા પછી જ આ બધું થાય છે, આ વાસ્તવિકતા પરથી આવો નિર્ણય કરવો શું અશક્ય છે કે વિવક્ષિત વ્યક્તિની ઓરા આમાં ભાગ ભજવી જાય છે. ને જો આ નિર્ણય શક્ય છે તો આવી વિશિષ્ટ પ્રકારની ઓરા એ પરાઘાતનામકર્મના ઉદયથી થઈ હોવાથી એનું પુદ્ગલવિપાકીપણું સ્પષ્ટ થઈ જાય છે.
સુસ્વર-દુસ્વર નામકર્મ ઃ આ બન્ને પ્રકૃતિઓને જીવવિપાકી કહેવામાં આવી છે. શા માટે જીવવિપાકી કહી છે? એનું કારણ ઘણું વિચાર્યું. પણ હજુ કશું હુરતું નથી, એ જાણવું. આમ તો બન્ને કર્મોની અસર યા તો સ્વરપેટી પર હોય યા તો છૂટતા ભાષાવર્ગણાના પુદ્ગલો પર હોય એવું માનવાનું મન થઈ જાય, તથા વર્ણાદિની જેમ આનો પણ ચૌદમે ગુણઠાણે ઉદય નથી, એટલે પણ આ બન્નેની અસર શરીરપુગલો પર માનવાનું મન થઈ જાય. પણ તો પછી એને પુદ્ગલવિપાકી કહી હોત. પૂર્વે ખગતિનામકર્મ અંગે જેમ કહ્યું હતું તેમ
૩૯૧T