________________
કદાચ પ્રસ્તુતમાં પણ હોય તો જીવવિપાકીપણું સમજાઈ જાય. અર્થાત્ . શબ્દોત્પાદક સ્વરપેટી વગેરે અવયવોમાં સંલગ્ન આત્મપ્રદેશો પર સ્વરનામકર્મની અસર થાય, એના કારણે એ આત્મપ્રદેશોનું એવા પ્રકારે હલનચલન થાય ને એની સાથે સાથે એ સંલગ્ન અવયવોમાં પણ એવા પ્રકારે હલનચલન થાય કે જેથી એમાંથી હવા પસાર થવી વગેરે કારણે પેદા થતો સ્વર મધુર નીકળે કે બેસુરો નીકળે.
ગોત્રકર્મ : ઊંચગોત્રકર્મના ઉદયની જીવ પર એવી અસર થાય છે કે જેથી જ્ઞાનાવરણ-અંતરાય વગેરે કર્મના વિશિષ્ટ ક્ષયોપશમ તથા સુભગાદિનો ઉદય પણ લગભગ થઈ જ જાય. નીચગોત્રકર્મની આનાથી વિપરીત અસર છે. માટે બન્ને ગોત્રકર્મ જીવવિપાકી હોવી સ્પષ્ટ છે.
તે તે કર્મપ્રકૃતિને તે તે વિપાકી કેમ કહી છે? એના કારણોની આ બધી વિચારણા સ્વોન્ટેક્ષા છે. આમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇપણ આવી ગયું હોય, તો મિચ્છા મિ દુક્કડ... સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
(K) અવક્તવ્યબંધ : શૂન્યની અપેક્ષાએ કોઇપણ રકમને અધિક હીન કે તુલ્ય કહી શકાતી નથી. જેમકે સાધુ નિષ્પરિગ્રહી છે. એની અપેક્ષાએ વિવક્ષિત શ્રીમંત હીન સંપત્તિવાળો છે એવું કે “સમાન સંપત્તિવાળો છે' એવું તો જાણે કે કહી શકાતું નથી જ, પણ અધિક સંપત્તિવાળો છે એવું પણ કહી શકાતું નથી. (કારણકે એવું વાક્ય, સાધુ પાસે પણ ઓછીવત્તી કેટલીક સંપત્તિ તો છે જ એવું પ્રતીત કરાવે છે જે યોગ્ય નથી). માટે સંપત્તિને નજરમાં રાખીને બોલવાનું હોય તો વિવક્ષિત શ્રીમંતને હીનઅધિક કે તુલ્ય કહી શકાતો ન હોવાથી “અવક્તવ્ય' જ કહેવાનો બાકી રહે છે. એમ પ્રસ્તુતમાં પૂર્વસમયવર્તી શૂન્યબંધની (અબંધની) અપેક્ષાએ વર્તમાનબંધને અધિક (ભૂયસ્કાર), હીન (અલ્પતર) કે સમાન (અવસ્થિત) કહી શકાતો ન હોવાથી “અવક્તવ્ય' કહેવાય છે.
(L) વળી આયુબંધ કેટલાક જીવો એક જ વારમાં કરી દે છે. કેટલાક જીવો અનેક આકર્ષ કરીને આયુબંધ કરે છે. આયુબંધ કરવાનો
૩૯૨