________________
કરતાં વધારે હોવાથી બધા જ કેવલીએ કેલિસમુદ્દાત કરવાનો જ હોય છે, ને એ દ્વારા જ નામ-ગોત્ર-વેદનીયની સત્તા આયુષ્ય તુલ્ય થાય છે.)
જો આવું ન હોત તો, જિનનામ જ શું, બધી જ બંધાતી પ્રકૃતિઓ માટે પ્રશ્ન આવે. કારણકે દરેકનો સ્થિતિબંધ અંતઃકોકો છે ને દરેકનું એક અસંખ્યાતમા ભાગ જેટલું દલિક નિકાચિત થાય જ છે.
શંકા : જો આ રીતે બધાને એક અસંખ્યાતમા ભાગનું દલિક નિકાચિત થતું હોય, તો ત્રિચરમભવ કરતાં પણ પૂર્વે સાવદ્યાચાર્ય વગેરેની જેમ જે જિનનામ બંધાયું હોય છે તેના પણ એક અસંખ્યાતમા ભાગનું દલિક નિકાચિત થયું હોવું જ જોઇએ. અને તો પછી એ પણ નિકાચિત જિનનામરૂપ થવાથી ત્રિચરમભવપૂર્વના આવા જિનનામના બંધાદિનો પણ કર્મ સાહિત્યમાં ઉલ્લેખ હોવો જ જોઇએ ને!
સમાધાન : નિકાચના પણ બે પ્રકારે હોય છે. વિશેષ પ્રકારના અધ્યવસાય વગર સામાન્યપરિણામથી પણ જે પ્રતિસમય ચાલ્યા કરતી હોય છે તે, તથા વિશિષ્ટ પ્રકારના અધ્યવસાયથી થતી ગાઢ નિકાચના કે જેનાથી નિકાચિત થયેલ કર્મ સામાન્યથી ભોગવવું જ પડે. ત્રિચરમભવમાં જે જિનનામની નિકાચના થાય છે તે બીજા પ્રકારની નિકાચના છે, ને એને ચરમભવમાં અવશ્ય ભોગવવું જ પડે છે. જે જીવોએ જિનનામકર્મ આવી રીતે નિકાચિત કરેલું હોય તેઓ દ્વારા જિનનામના જે બંદિ થાય એનો જ કર્મસાહિત્યમાં ઉલ્લેખ છે. સાવદ્યાચાર્ય વગેરેએ આવું ગાઢનિકાચિત જિનનામ બાંધ્યું ન હોતું માટે એનો ઉલ્લેખ મળે નહીં.
(M) નિદ્રાદ્ધિકાદિ ૮૫માંથી તિરુદ્ધિક, નીચગોત્ર, અને ઉદ્યોત.. આ ૪ પ્રકૃતિનો જઘસ્થિતિબંધ બાપર્યા -તેઉ-વાઉ૦ સર્વવિશુદ્ધિવાળા જીવોને જ મળે છે, મનુદ્ધિકનો તેઉવાઉ સિવાયના બાપર્યા એકેને મળે છે. અને બાકીની ૭૯ પ્રકૃતિઓનો કોઇપણ બાપર્યા એકેને મળે છે.
પર્યા બાપૃથ્વીકાયાદિ જીવોને વધુમાં વધુ જેટલી વિશુદ્ધિ સંભવિત હોય છે એટલી જ તેઉ-વાઉના જીવોને પણ સંભવિત હોય છે જ. પણ સ્વપ્રાયોગ્ય આ તીવ્રવિશુદ્ધિમાં પૃથ્વીકાયાદિ જીવો મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર..
૩૯૬