________________
સૂક્ષ્મ- બાદર : આ બન્ને પણ જીવવિપાકી પ્રકૃતિઓ છે.
શંકા : એક કે અનેક શરીર ભેગા થવા છતાં જે ચર્મચક્ષુથી જોઈ ન શકાય આવા શરીરવાળા જીવો “સૂક્ષ્મ કહેવાય છે. આમાં ચર્મચક્ષુથી જોઈ ન શકાય” નો અર્થ “કોઇપણ ઇન્દ્રિયથી જાણી ન શકાય” એવો છે. અર્થાત્ સૂક્ષ્મનામકર્મ શરીરપુદ્ગલો પર એવી અસર કરે છે કે જેથી એ કોઇપણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે. તો સૂક્ષ્મનામકર્મને પુદ્ગલવિપાકી કેમ ન કહી ?
સમાધાન : બેશક સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર આવા સૂક્ષ્મ પરિણામવાળું હોય છે. પણ પુગલવિપાકી એવી વર્ણ-ગંધ વગેરે પ્રકૃતિઓની જીવના પરિણામ પર જેમ કોઈ સાક્ષાત્ અસર હોતી નથી, અને તેથી શુક્લવર્ણવાળાને આટલો સ્થિતિબંધ હોય ને કૃષ્ણવર્ણવાળાને એનાથી હીન કે અધિક હોય આવો કોઇ ફરક પડતો નથી. એ જ રીતે યોગ વગેરેમાં ફરક પડતો નથી. આવું સૂક્ષ્મ-બાદર માટે નથી. બાદરજીવ જેટલા યોગ-સ્થિતિબંધ વગેરે સૂક્ષ્મજીવને હોતા નથી. અર્થાત્ પૂર્વે જાતિનામકર્મ માટે જણાવ્યું તેમ સૂક્ષ્મ-બાદરનામકર્મની સીધી જીવના પરિણામો પર અસર છે, માટે એ જીવવિપાકી છે. આ જ રીતે પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મની પણ સીધી જીવપરિણામ પર અસર હોવાથી એ પણ જીવવિપાકી છે.
પણ પ્રત્યેક-સાધારણ નામકર્મ માટે એવું નથી. જીવ પ્રત્યેક હોય કે સાધારણ હોય એના કારણે જીવની કષાયપરિણતિ કે વીર્યપરિણતિ વગેરેમાં કશો ફેર પડતો નથી. એટલે જ યોગના કે સ્થિતિબંધના અલ્પબદુત્વમાં જેમ સૂક્ષ્મ-બાદર કે પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોના . બોલ અલગ અલગ આવે છે એમ પ્રત્યેક-સાધારણના આવતા નથી. આમ પ્રત્યેક-સાધારણ પુગલવિપાકી હોવાથી જ ચૌદમે ગુણઠાણે શરીરસંલગ્ન શરીરનામકર્મ વગેરેનો જેમ ઉદય હોતો નથી એમ પ્રત્યેકનો પણ ઉદય હોતો નથી, પણ ત્રસાદિનામકર્મનો ઉદય હોય છે.
સુભગ-આય-યશનામકર્મ : આ ત્રણ ને એની પ્રતિપક્ષી દુર્ભગ વગેરે ત્રણ પ્રકૃતિઓ
K૩૮૯