________________
ખસેડે છે ને એની સાથે શરીર ખસે છે. માટે ત્રસકાયની વ્યાખ્યા કરાય છે કે પોતાની ઇચ્છા મુજબ હલનચલન કરી શકે તે ત્રસ. આનો અર્થ પોતાના પ્રયત્નથી હલનચલન કરી શકે તે ત્રસ એવો કરવો. સ્વપ્રયત્નથી હલનચલન થઇ શકે. ખસેડી શકાય આવી આત્મપ્રદેશોમાં યોગ્યતા ત્રસનામકર્મના ઉદયથી થાય છે, માટે ત્રસનામકર્મ જીવવિપાકી છે. સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડી ન શકાય એવી યોગ્યતા સ્થાવરનામકર્મથી આવે છે, માટે એ પણ જીવિપાકી છે.
ચૌદમે ગુણઠાણે પણ ત્રસનામકર્મનો ઉદય છે. માટે ત્યારે પણ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશને ખસેડવાની યોગ્યતા હોય છે. પણ યોગનિરોધ કર્યો હોવાથી જીવનો પોતાનો કોઇ પ્રયત્ન જ ન હોવાથી આત્મપ્રદેશો ખસતા નથી. ઔદારિકકાયયોગ વગેરેના કારણે જીવપ્રદેશોનું જે સ્પંદન થતું હોય છે એ અહીં ખસવા તરીકે અભિપ્રેત નથી. કારણકે એ તો સ્થાવરજીવોને પણ હોય છે, ને એ પણ જીવવીર્યકૃત હોવાથી સ્વપ્રયત્નકૃત જ છે. અહીં તો, વિવક્ષિતસમયે શરીર જે આકાશપ્રદેશોને અવગાહીને રહ્યું હોય તે આકાશપ્રદેશોની બહારના આકાશપ્રદેશોમાં પછીના સમયે જીવ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ધકેલે, તે ખસવા તરીકે અભિપ્રેત છે. વળી એ વખતે આત્મપ્રદેશોની સાથે ઔદારિક ત્રણમાંનું શરીર પણ એ આકાશપ્રદેશોમાં ખસતું હોવું જોઇએ. એટલે એકેન્દ્રિયજીવોમાં પણ સમુદ્દાત વખતે શરીરની બહા૨ આત્મપ્રદેશો જે ફેંકાય છે તે પણ ‘ખસવા' રૂપ નથી. કારણ કે એની સાથે ઔદારિકશરીર જતું હોતું નથી. એમ વેલડી થાંભલા પર જે ચઢે કે મૂળિયા જમીનમાં જે નીચે ઉતરે છે તે સંકોચવિકાસશીલ આત્માનો શરીર સાથે વિકાસ છે, એમાં જીવપ્રદેશો ઉ૫૨-નીચે તરફ આગળ વધે છે, પણ તેમ છતાં એ ‘ખસવા' રૂપ નથી એ સમજી શકાય એવું છે, માટે એના દ્વારા પણ સ્થાવર જીવોમાં સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડવાની યોગ્યતારૂપ ત્રસપણું કહી શકાતું નથી.
આ બધી વિચારણા પરથી બન્ને ખગતિનામકર્મ તથા ત્રસ-સ્થાવરનામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિઓ છે એ સ્પષ્ટ જણાય છે.
३८८