________________
શંકા ? આવું તો એકેન્દ્રિયજાતિનામકર્મ વગેરે માટે પણ કહી શકાય છે કે એ કર્મ સીધું તો પુદ્ગલ પર અસર કરે છે તે પછી એવા પુદ્ગલાત્મક દ્રવ્યને પામીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અમુક ચોક્કસમાત્રામાં જ ઉદય-ક્ષયોપશમ થતા હોવાથી અમુક ચોક્કસ મર્યાદાના જ જ્ઞાનાદિ તેઓમાં પ્રગટ થાય છે. અને તેથી એને પણ પુગલવિપાકી કહેવા જોઇએ.
સમાધાનઃ આ શંકા બરાબર નથી. કારણકે જાતિનામકર્મની અસર પુદ્ગલ પર થતી હોય તો ક્યા પુદ્ગલ પર? દ્રવ્યન્દ્રિયનું જે નિર્માણ થાય છે તેમાં તો પર્યાપ્તિ-ઉપાંગ-નિર્માણનામકર્મ ભાગ ભજવે છે, જાતિનામકર્મ નહીં. જાતિનામકર્મ તો એવો આત્મપરિણામ જ ઊભો કરે છે કે જેથી પર્યાપ્ત નામકર્મના પેટાવિભાગસ્વરૂપ, ઇન્દ્રિય પર્યાપ્તિનામકર્મના પણ પેટાવિભાગરૂપ સ્પર્શનેન્દ્રિય પર્યાપ્તિનામકર્મના પ્રભાવે, શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી માત્ર સ્પર્શનેન્દ્રિયરૂપે જ પુદ્ગલો પરિણમે, અન્યઇન્દ્રિયરૂપે નહીં. આ જ રીતે ઉપાંગનામકર્મ વગેરે માટે પણ જાણવું. એ જ રીતે, જ્ઞાનાવરણીયાદિનો મર્યાદિત ક્ષયોપશમ જ થાય, એવો પણ જીવપરિણામ જાતિનામકર્મના ઉદયે થાય છે. માટે એ જીવવિપાકી જ છે.
ખગતિનામકર્મ : આ કર્મ જીવવિપાકી છે.
શંકા : હંસ જેવી શુભચાલ કે ઊંટ જેવી અશુભચાલ એ તો શરીરના ધર્મ છે. માટે આ કર્મને પુલવિપાકી કહેવું જોઇએ ને.
સમાધાન : હા, વાત બરોબર છે, શુભ-અશુભચાલ શરીર (પગ) શી રીતે પડે છે. એના પરથી જ જણાતા હોવાથી શરીરધર્મ કહી શકાય છે. ને છતાં ખગતિનામકર્મને જીવવિપાકી કહી છે, માટે એનું કારણ વિચારી કાઢવું જોઇએ. એ વિચાર આવો થઈ શકે છે. મનુષ્યાદિ કોઇપણ જ્યારે ચાલે છે ત્યારે એના આત્મપ્રદેશોની સાથે પગ જાય છે કે પગની પાછળ આત્મપ્રદેશોને ખેંચાવું પડે છે? આ સૌ પ્રથમ વિચારવું જોઇએ. આશય એ છે કે શરીરની સાથે જીવપ્રદેશો ક્ષીરનીરવત્ એકમેક થયેલા એટલે શરીરની કોઇપણ હિલચાલ સાથે
૪૩૮૬