________________
શકતી નથી. આ એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયનો પ્રભાવ છે. માટે એ જીવવિપાકી છે.
પલ્યોપમના સંખ્યામાં ભાગથી ન્યૂન પચ્ચીશસાગરોપમથી માંડીને પૂરા પચ્ચીસ સાગરોપમ સુધીનો જ મિથ્યાત્વમોહનીયનો સ્થિતિબંધ જે કષાયપરિણતિઓથી થાય એવી જ કષાયપરિણતિઓમાં જીવ રમ્યા કરે એ બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. અથવા એમ પણ કહી શકાય કે આ કષાયપરિણતિઓથી મંદ કે તીવ્ર પરિણતિઓ ન થાય એવો જ કષાયમોહનીયનો રસ ઉદયમાં આવી શકે, મંદ કે અધિક રસ સત્તાગત હોવા છતાં ઉદયમાં ન આવી શકે. આવો જીવપરિણામ એ બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. એમ એકેન્દ્રિય કરતાં અધિક માત્રામાં અને તે ઇન્દ્રિય કરતાં અલ્પમાત્રામાં જ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય વીર્યાન્તરાયાદિ કર્મોનો ક્ષયોપશમ થઈ શકે એવો જીવપરિણામ એ બેઈન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. માટે એ પણ જીવવિપાકી છે. આ જ પ્રમાણે તે ઇન્દ્રિયજાતિનામકર્મ વગેરે માટે જાણવું.
શંકા : સંઘયણનામકર્મને જીવવિપાકી કેમ ન કહી? કારણ કે છેવટું સંઘયણ વગેરે કર્મનો ઉદય જીવ પર એવી અસર કરે છે. કે જેથી ૭મી નરક વગેરે પ્રાયોગ્ય કિલ્ટપરિણામો કે મોક્ષ વગેરે પ્રાયોગ્યવિશુદ્ધ પરિણામો આવી શકે નહીં.
સમાધાન : સંઘયણનામકર્મ તો શરીરમાં “અસ્થિસંચયની એવી રચના કરવાનું જ કામ કરે છે, સીધા જીવના પરિણામો પર અસર કરતું નથી. પણ કષાયમોહનીયાદિ કર્મોના ઉદય કે જે ક્લિષ્ટપરિણામ ઊભા કરે છે, ને એના ક્ષયોપશમાદિ કે જે વિશુદ્ધપરિણામ કરે છે આ બન્ને (ઉદય કે ક્ષયોપશમ) દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને પામીને થતા હોય છે. છેવટ્ઠસંઘયણ વગેરે એવા દ્રવ્ય છે કે જેને પામીને એવા તીવ્ર ઉદય કે અત્યંત નિર્મળ ક્ષયોપશમ થઈ શકતા નથી. આમ સંઘયણનામકર્મની સીધી અસર જીવદ્રવ્ય પર નથી, પણ શરીરપુગલો પર (શરીરગત અસ્થિપગલો પર) છે ને એના દ્વારા જીવ પર છે. માટે એ જીવવિપાકી ન કહેવાતા પુદ્ગલવિપાકી કહેવાય છે.
૩૮૫
૨૫.