________________
અવયવ એની મૂળ અવસ્થાથી કંઇક ને કંઇક તો ચ્યુત થયો જ હોય છે, એમ ગમે તેવા રોગીને પણ કોઇક અવયવ તો યથાવસ્થિત હોય જ છે. માટે આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાયેલી છે એમ સમજવું પડે..... આ વ્યાખ્યા સ્વોત્પ્રેક્ષિત છે એ જાણવું.
( 1 ) આનુપૂર્વી નામકર્મ ક્ષેત્રવિપાકી છે એનો અર્થ આવો વિચારી શકાય છે. જ્યારે પરભવાયુબંધ ફાઇનલ થાય છે ત્યારે જ પરભવનું ઉત્પત્તિક્ષેત્ર પણ નક્કી થઇ જાય છે. એ વખતે બંધાતું આનુપૂર્વીનામકર્મ જીવે ક્યાંથી વળવું એ પણ નક્કી કરી દે છે. જેમ આજકાલ લેસરગાઈડેડ મિસાઇલ જે છોડવામાં આવે છે, એમાં છોડતી વખતે જ મિસાઇલ ક્યાંથી કઇ તરફ વળી જશે એ નક્કી હોય છે. જેવું એ વળવાનું ક્ષેત્ર આવે કે તરત લેસરસિસ્ટમ એને એ દિશામાં વાળી દે છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. પહેલેથી નક્કી થયેલું ક્ષેત્ર જેવું આવે કે તરત આનુપૂર્વીનામકર્મ ઉદયમાં આવીને જીવને યોગ્યદિશામાં વાળી દે છે. માટે એ ક્ષેત્રવિપાકી (=અમુક ચોક્કસ ક્ષેત્રમાં વિપાક=રસથી ઉદય પામનાર) કહેવાય છે.
(૭) શંકા : પ્રત્યેક અને સાધારણનામકર્મની જેમ સૂક્ષ્મ અને બાદરનામકર્મને પણ પુદ્ગલવિપાકી કેમ ન કહી?
સમાધાન : આ શંકાનું સમાધાન મેળવતાં પહેલાં જીવવિપાકી પ્રકૃતિઓનો જીવવિપાક શું છે ને પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો પદ્ગલ પર વિપાક શું છે? એ વિચારીએ.... જ્ઞાનાવરણીય કર્મો આત્મદ્રવ્ય પર એવી અસર કરે છે કે જેથી એનો જ્ઞાનપરિણામ (જ્ઞાનગુણ) પ્રગટ ન થઇ શકે. પ્રગટ જ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે ને અજ્ઞાન-વિકૃતજ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે. જ્ઞાનાવરણકર્મના ઉદયથી કર્મના રસને અનુસરીને અજ્ઞાનપરિણામ પ્રવર્તે છે, માટે એ જીવવિપાકી છે. એમ દર્શન-અદર્શન પરિણામ, સમ્યક્ત્વમિથ્યાત્વપરિણામ, ક્ષમાદિ (આત્મરમણતા) ક્રોધાદિ (પુદ્ગલરમણતા) પરિણામ, વીર્ય-પ્રમાદાદિ પરિણામ આ બધા દર્શનાવરણાદિ ઘાતીકર્મના
૩૮૩