________________
છઠ્ઠાગુણઠાણાથી જ્યારે જેનો ઉદય હોય તેનો પણ દેશધાતી રસનો જ વિપાકોદય હોય છે. સર્વઘાતીનો નહીં. અન્ય ત્રણમાંથી પણ કોઇનો પણ ઉદય થઈ જાય તો પણ દેશધાતીનો જ થાય, સર્વઘાતી રસનો નહીં. અર્થાત્ ચારેમાંથી એકેયના સર્વઘાતી રસોદયની યોગ્યતા હોતી નથી. માટે ચારેનો ક્ષયોપશમ કહેવાય છે. આનાથી જણાય છે કે ક્ષયોપશમ થાય તો સંજ્વલન ક્રોધ, સંજ્વલનમાનાદિ ચારનો થાય ને ન થાય તો એકેનો ન થાય. પણ એકાદ બેનો ક્ષયોપ૦ હોય ને અન્યનો ઔદયિકભાવ હોય આવું બની શકતું નથી. આવું જ પ્રત્યા અપ્રત્યા અને અનંતા ક્રોધાદિ અંગે પણ જાણવું.
નવ નોકષાય અંગે પણ આ પ્રમાણે જ જાણવું. ૧થી૪ ગુણઠાણે કે જ્યારે ક્ષયોપ૦ છે નહીં, ત્યારે, જ્યારે પુરુષવેદાદિ જેનો ઉદય હોય ત્યારે એના સર્વઘાતી રસસ્પર્ધકોનો વિપાકોદય હોય છે, ને તદન્ય સ્ત્રીવેદાદિનો પ્રદેશોદય હોવા છતાં સર્વઘાતી રસોદયની યોગ્યતા હોય જ છે. (અર્થાત્ પુરુષવેદોદય અટકી સ્ત્રીવેદોદયાદિ થાય તો સ્ત્રીવેદના પણ સર્વઘાતી રસનો જ ઉદય થાય. એમ અન્યયુગલાદિ માટે જાણવું.) માટે નવેનો ઔદિયભાવ જ કહેવાય છે. પાંચમા વગેરે ગુણઠાણે જ્યારે જેનો વિપાકોદય હોય એનો પણ દેશઘાતી સ્પર્ધકોનો જ હોય. સર્વઘાતીનો નહીં. ને પ્રદેશોદયવર્તી તદન્યનો પણ કદાચ જો વિપાકોદય થઇ જાય તો પણ દેશઘાતીનો જ થાય, સર્વઘાતીનો નહીં. અર્થાત્ નવેના સર્વઘાતી રસોદયની અયોગ્યતા હોય છે. માટે નવેનો ક્ષયોપશમ હોય છે. એટલે કે જો ક્ષયોપશમ થાય તો નવેનો થાય છે, પણ એક-બે-ત્રણ વગેરે પ્રકૃતિનો થતો નથી.
( G ) દાનાન્તરાયાદિનું દેશઘાતીપણું આ રીતે પણ વિચારી શકાય- ગ્રહણ ધારણાદિયોગ્ય-પુદ્ગલો દાનાદિના વિષયભૂત છે. દાનાંતરાયાદિનો ગમે એટલો પ્રબળ ઉદય હોય તો પણ તે તેના વિષયભૂત બધા પુદ્ગલોનાં દાનાદિ અટકાવી શકતો નથી. તીવ્ર દાનાંતરાયાદિના ઉદયવાળા જીવો પણ કંઇક ત્યાગ કરે જ છે. છેવટે ઔદારિકાદિપુદ્ગલોને છોડે જ છે. એમ ઔદારિકાદિપુદ્ગલોનો લાભ
૩૮૧