________________
જ્ઞાનાવરણાદિ દેશઘાતી છે. આનાથી એ પણ જણાય છે કે, મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને પણ જીવ જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય છે, પણ એના અવિષયભૂત પદાર્થોને જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય નથી, કિન્તુ કેવલજ્ઞાનાવરણોદયનું જ કાર્ય છે. આ જ પ્રમાણે, શ્રુતજ્ઞાનાવરણાદિ તેમજ ચક્ષુદર્શનાવરણાદિ અંગે પણ જાણવું.
મતિજ્ઞાનાવરણાદિની દેશઘાતીતા આ રીતે પણ વિચારી શકાય છે. મતિજ્ઞાનના વિષયભૂત જે પદાર્થો છે. એ બધાના મતિજ્ઞાનાત્મક બોધને સંપૂર્ણતયા મતિજ્ઞાનાવરણ હણતું નથી. પણ અક્ષરનો અનંતમો ભાગ વગેરે રૂપ બોધ કે જે ક્ષયોપશમથી કાયમી ખુલ્લો રહે છે તેને છોડીને શેષ બોધને જ મતિજ્ઞાનાવરણ હણે છે, માટે એ દેશઘાતી છે.
મતિજ્ઞાનના સ્પર્શનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન, રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન વગેરે અનેક પ્રકાર છે. ને તેથી મતિજ્ઞાનાવરણના પણ સ્પર્શનેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણ, રસનેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણ...વગેરે અનેક પ્રકાર છે. એકેન્દ્રિયાદિ જીવોને મતિજ્ઞાનાવરણની રસનેન્દ્રિયજન્યમતિ જ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પદ્ધકોનો ઉદય હોય છે ને તેથી રાસનમતિજ્ઞાનાદિ હોતા નથી. તેમ છતાં, સ્પાર્શન મતિજ્ઞાનાવરણનો તો દેશઘાતી જ ઉદય હોય છે ને તેથી છેવટે અક્ષરના અનંતમાભાગ જેટલું તો મતિજ્ઞાન અનાવૃત રહે જ છે, માટે એકંદરે મતિજ્ઞાનાવરણદેશઘાતી કહેવાય છે, સર્વઘાતી નહીં. વળી મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ગમે એટલો વધતો જાય તો પણ કેટલાક પદ્ધકોનો રસોદય પણ સાથે ચાલુ જ હોય છે, “એક પણ પદ્ધકનો રસોદય ન હોય, બધાનો માત્ર પ્રદેશોદય જ હોય” આવું બનતું નથી. માટે મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ જ હોય છે એ જાણવું. આવું જ શ્રુતજ્ઞાનાવરણ તથા અચક્ષુદર્શનાવરણ અંગે જાણવું.
અવધિજ્ઞાનાવરણઃ અવધિશૂન્ય જીવોને અવધિજ્ઞાનાવરણનો સર્વઘાતી રસોદય હોય છે, ક્ષયોપશમ હોતો નથી. પણ અવધિજ્ઞાની