________________
આવવું જ પડે છે ને ત્યાં ઉવેલનાની પ્રકિયા પૂર્ણ થાય છે. માટે આહારકસપ્તકની ઉવેલના અવિરતિનિમિત્તક કહેવાય છે.
(C) સ્વપજ્ઞટીકામાં “તથોરૈત્ર સંગ્રાસર્વસ્ય વન્યામાવા.." વગેરે પંક્તિદ્વારા ત્રપણું ક્યારેય નહીં પામેલા-અનાદિસ્થાવરજીવોને ઉચ્ચગોત્રના બંધનો અભાવ હોવાથી સત્તાનો અભાવ ઘટાવ્યો છે ને એ રીતે પણ એની અધૂવસત્તા સંગત કરી છે. વૃત્તિકારે આ વાત આચારાંગ ટીકાને અનુસરીને કહી છે, એમ જાણવું. કાર્મગ્રન્થિકો આવું માનતા નથી. મરુદેવીમાતાના જીવે અનાદિસ્થાવરભાવમાં જ મનુOદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધી મરુદેવા તરીકે ઉચ્ચકુળમાં જન્મ લીધો હતો. વળી વૃત્તિકારે આ કાર્મગ્રન્થિક મતને પણ ઉપેક્ષ્યો તો નથી જ, એટલે જ મનુદ્ધિકની અધૃવસત્તાની આ રીતે સંગતિ કરી નથી. અર્થાત્ મનુOદ્વિકનો બંધ અનાદિસ્થાવરભાવમાં પણ “ન નિષિદ્ધ અનુમત” ન્યાયે સ્વીકાર્યો જ છે. ને એ જો થાય તો એની સાથે ઉચ્ચગોત્ર પણ શા માટે ન બંધાય?
(D) મિથ્યાત્વમોહનીયની સર્વઘાતિતા અંગે પણ વાદળનું દૃષ્ટાંત કેવલજ્ઞાનાવરણની જેમ જ જાણવું. એનો ઉદય એક પણ પદાર્થની વાસ્તવિક શ્રદ્ધા થવા દેતો નથી. અર્થાત્ નિત્યાનિત્યત્વ, સામાન્ય-વિશેષાત્મકત્વ, એકાનેકત્વ વગેરે અનંતધર્માત્મક રૂપે એક પણ વસ્તુની શ્રદ્ધા થવા દેતો નથી. માટે એ સર્વઘાતી છે. સામા પદાર્થમાં (માટલા અંગે) ઘટત્વ-અનિત્યત્વ વગેરેની જે શ્રદ્ધા મિથ્યાત્વીને હોય છે તે નિત્યત્વ કે નિત્યાનિત્યત્વ વગેરે અનંત ધર્મોના અપલોપથી યુક્ત હોવાથી અયથાર્થ હોય છે. આ અપલાપ એ મિથ્યાત્વમોહનીયકર્મ રૂપ વાદળની અસર છે. ને તેથી “આ ઘડો છે' વગેરે રૂપે ઘટવાદિની એની શ્રદ્ધા પણ પારમાર્થિક ન હોવાથી વિકૃત હોય છે. આવી કંઈક શ્રદ્ધા તો હંમેશા અનાવાર્ય હોય છે જ.
(E) મતિજ્ઞાનાવરણીયાદિની દેશઘાતિતા :- જ્ઞાનનો કેવલજ્ઞાનાવરણાદિથી અનાવૃત જે એક દેશ, એને હણનાર હોવાથી મતિ