________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ગચ્છાધિપતિ, સિદ્ધાન્તદિવાકર પરમ પૂજ્ય આચાર્યદેવો શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ દ્વારા સંશોધિત તથા સ્વાધ્યાયેકલક્ષી પ. પૂ. આચાર્ય ભગવંતા શ્રી અભયશેખરસૂરીશ્વરજી મહારાજા
દ્વારા આલેખિત પરિશિષ્ટ
ગ્રન્થની ટીપ્પણો
(A) પંચેન્દ્રિયમાંથી વિક્લેન્દ્રિયમાં ગયેલો જીવ પણ વૈક્રિય ૧૧ને ઉકેલવાનો પ્રારંભ કરે છે, પણ વિશ્લેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની જ હોવાથી સંપૂર્ણ ઉવેલના થઇ શકતી નથી, એટલે સંપૂર્ણ ઉવેલના માટે છેવટે એકેન્દ્રિયમાં જવું જ પડે છે. તેથી “વૈક્રિય-૧૧ની ઉવેલના એકેન્દ્રિયમાં થાય છે.” એમ કહેવાય છે. પ્રકૃતિ જેમ વધુ વધુ શુભતર હોય તેમ તેમ વહેલી ઉકેલાઇ જાય છે. માટે આહા૦૭, સમ્યમો, મિશ્રમો, વગેરે ક્રમે પ્રકૃતિઓ ઉવેલાય છે. તેથી મનુoદ્ધિક કરતાં ઉચ્ચગોત્ર અને નરકદ્વિક કરતાં દેવદ્ધિક વગેરે વહેલી ઉવેલાઈ જાય છે. | (B) આહારક ૭ : આ સાત પ્રકૃતિઓ અપ્રમત્તગુણઠાણે બંધાય છે. પ્રમત્તગુણઠાણે એ બંધાતી નથી. પણ સત્તા જળવાઈ રહે છે. પણ જીવ જો સંયમપરિણામ જાળવવામાં નિષ્ફળ જાય અને તેથી છઠ્ઠાગુણઠાણાથી પણ નીચે ઉતરે તો અંતર્મુહૂર્ત બાદ આહારકસપ્તકને ઉલવાનું ચાલુ થઈ જાય છે Pla [પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) જેટલા કાળમાં સાતે પ્રકૃતિઓ એકસાથે ઉવેલાઈ જાય છે. જીવ છકેથી પડીને કદાચ પાંચમે આવે તો પણ ત્યાં દેશોન પૂર્વક્રોડથી વધારે કાળ અવસ્થાન ન હોવાથી ઉવેલનાનો Pla કાળ પૂરો કરવા એણે અવિરતે
૩૭૭