________________
અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. જ્યારે પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે. ત્યારે આયોજિકાકરણ કરે છે. ત્યારપછી જે કેવલીભગવંતને આયુષ્યની સ્થિતિથી નામ-ગોત્ર અને વેદનીયની સ્થિતિ વધારે હોય તે કેવલીભગવંત આયુષ્યની સ્થિતિ તુલ્ય બાકીના અઘાતી કર્મોની સ્થિતિને કરવા માટે કેવલીસમુઘાત કરે છે. ત્યારબાદ યોગ નિરોધ કરીને અયોગગુણઠાણામાં પ્રવેશ કરે છે. ૮૫ પ્રકૃતિનો ક્ષય:
અયોગગુણઠાણામાં અયોગીકેવલી ભગવંત અયોગીકેવલીગુણશ્રેણીથી અસંખ્યાતગુણાકારે કર્મનિર્જરાને કરતાં કરતાં અયોગી ગુણઠાણાના હિચરમસમયે આવે છે. ત્યારે દેવદ્રિક, મનુષ્યાનુપૂર્વી, શરીર-૫, અંગોપાંગ-૩, બંધન-૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહાયોગતિદ્ધિક, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર, શાતા-અશાતામાંથી-૧.... એ-૭૩ પ્રકૃતિનો ક્ષય કરે છે. અને ચરમસમયે મનુષ્યગત્યાદિ-૧૨ પ્રકૃતિનો ક્ષય કર્યા બાદ અષ્ટકર્મથી રહિત શુદ્ધાત્મા સિદ્ધશિલામાં પહોંચીને અનંતકાળ સુધી અવ્યાબાધ સુખને ભોગવે છે.
આ ગ્રન્થ ૧૦૦ ગાથાનો બનાવેલો હોવાથી આ ગ્રન્થનું નામ “શતક” છે. આ ગ્રન્થની રચના પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિમહારાજે આત્મસ્મરણને માટે કરી છે.
(((તમામ))))
૩૭૬T