________________
એકેન્દ્રિયાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષયઃ
ચારિત્રમોહનીયનો ક્ષય કરવાને માટે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ અને અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. તેમાં અપૂર્વકરણગુણઠાણામાં અખ૦૪ અને પ્રત્યા૦૪નો સ્થિતિવાતાદિથી ક્ષય કરતો કરતો અનિવૃત્તિગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં મધ્યમ-૮ કષાયનો ક્ષય કરતો કરતો જીવ ૯મા ગુણઠાણાનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે વચમાં એકેન્દિર્ય વિક્લેન્દ્રિય, થાણદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યચદ્રિક, નરકદ્વિક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ...એ-૧૬ પ્રકૃતિનો નાશ કરે છે. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિનો ક્ષય:
એકેન્દ્રિયાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્તકાળમાં મધ્યમ-૮કષાયનો ક્ષય કરે છે. ત્યારબાદ ૯નોકષાય અને સંજવલનચતુષ્કનું અંતરકરણ કરે છે. એટલે કે ઉદિતકષાય અને ઉદતિવેદની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી અને અનુદયવતી ૧૧ પ્રકૃતિની પ્રથમસ્થિતિ એક આવલિકા જેટલી રાખીને તેની ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી ઉપશમશ્રેણીમાં કહ્યા મુજબ દલિકોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે. તથા ઉદયવતી બે પ્રકૃતિની પ્રથમસ્થિતિ ઉદય-ઉદીરણાથી ભોગવીને નાશ કરે છે. અને અનુદયવતી પ્રકૃતિની પ્રથમ સ્થિતિ સ્તિબુક-સંક્રમથી ઉદયવતીમાં સંક્રમાવીને નાશ કરે છે અને બીજસ્થિતિનો ઉદ્ધલના સંક્રમાદિથી નાશ કરે છે. તેમાં પુરુષવેદે શ્રેણી માંડનારો જીવ સૌ પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરે છે. પછી
સ્ત્રીવેદનો ક્ષય કરે છે. પછી હાસ્યાદિ-૬નો ક્ષય કરે છે. તે વખતે પુત્રવેદનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ છે. ત્યારપછી સમયગૂન બે આવલિકાકાળમાં પુત્રવેદનો ક્ષય થાય છે.
(૭૨) કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, સૌ પ્રથમ એકેન્દ્રિયાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય કરવાની શરૂઆત કરે છે. અને ૧૬ પ્રકૃતિનો ક્ષય કરતાં કરતાં વચમાં ટકષાયનો ક્ષય કરી નાંખે છે. ત્યારબાદ એકેન્દ્રિયાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય કરે છે.
૩૭૪)