________________
તીવ્રલાભાન્તરાયના ઉદયવાળા જીવને પણ થયા જ કરે છે, એ કયારેય અટકતો નથી. આ જ રીતે ભોગ-ઉપભોગ માટે પણ જાણવું. (શ્વાસોશ્વાસ-ભાષા વગેરે પુદ્ગલોનો ભોગ ને શરીરરૂપે પરિણમેલા પુગલોનો ઉપભોગ. આ રીતે પણ વિચારી શકાય). વિગ્રહગતિમાં રહેલા ભવના પ્રથમ સમયે વર્તતા સૂક્ષ્મનિગોદીયા જીવને વર્યા રાયનો તીવ્રરસોદય હોવા છતાં એનું વીર્ય સર્વથા હણાઈ જતું નથી. ને તેથી એ સર્વથા વીર્યશૂન્ય બની જતો નથી. માટે વીર્યાન્તરાય પણ સર્વઘાતી નથી. વીર્ય પણ જીવનો મૂળભૂત ગુણ છે. તેથી જ્ઞાનની જેમ એનો પણ કંઈક અંશ તો હંમેશા ઉદ્ગાતીત રહે જ છે એ જાણવું.
| (H) પ્રશ્ન : સ્થાવરદશકમાં જે અસ્થિર નામકર્મ છે તેના ઉદયથી જીભ વગેરે અસ્થિર રહે છે. આ તો જીવને ઈષ્ટ છે. તો એને પાપકર્મમાં કેમ ગણી?
ઉત્તર : સંક્લેશ વધવાથી જેનો રસ તીવ્ર બંધાય, તે અશુભ. ને એ ઘટવાથી જેનો રસ તીવ્ર બંધાય, તે શુભ. આ મુખ્ય વ્યાખ્યા જાણવી. અસ્થિરનામકર્મનો પણ તીવ્ર સંક્લેશમાં તીવ્રરસ બંધાય છે માટે એ અશુભ (પાપ) પ્રકૃતિ જ છે.
પ્રશ્ન : જો એ પાપકર્મ જ છે તો જીભ-આંખની પાંપણ વગેરેને હલતી રાખવી....... વગેરે રૂપે જીવને અનુકૂળતા કેમ ઊભી કરી આપે છે? અને જીભ-પાંપણ વગેરે કોઇકને સ્થિર થઈ જાય તો એ સ્થિરનામકર્મનો ઉદય જાણવો? ને એ પુણ્યોદય હોવા છતાં પ્રતિકૂળતા આપે?
ઉત્તર : પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે તો આવું માનવું પડે છે. પણ જો જરા વ્યાખ્યા બદલવામાં આવે તો કોઈ અસંગતિ રહેતી નથી? જે અવયવોનું જેવું સહજ અવસ્થાન હોય (દાંત વગેરેનું સ્થિર, જીભ વગેરેનું અસ્થિર) એવા સહજ અવસ્થાનને જ એ સ્થિરપણે જાળવી રાખે, એ સ્થિરનામકર્મનો ઉદય ને એ સહજ અવસ્થાન અસ્થિર થઈ જાય (અર્થાત્ દાંત હાલવા માંડે કે જીભ સ્થિર થઈ જાય) એ અસ્થિરનામ-કર્મનો ઉદય. ગમે એવા નિરોગીને પણ કોઈક ને કોઈક