________________
સૌ પ્રથમ પૂર્વે કહ્યાં મુજબ અનંતાનુબંધી-૪નો ક્ષય કરે છે. ત્યારબાદ દર્શનત્રિકનો ક્ષય કરે છે.
દર્શનત્રિકનો ક્ષય :
દર્શનત્રિકનો ક્ષય કરવા માટે જીવ પૂર્વે કહ્યાં મુજબ યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે. પણ અહીં અપૂર્વકરણમાં મિથ્યાત્વ અને મિશ્રનો ગુણસંક્રમ ચાલુ થાય છે અને ઉદ્દલનાસંક્રમ પણ ચાલુ થાય છે. તથા અનિવૃત્તિકરણમાં અંતરકરણ થતું નથી. પણ સ્થિતિઘાતથી સ્થિતિ ઘટતાં ઘટતાં સૌ પ્રથમ મિથ્યાત્વોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યારબાદ મિશ્રમોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય છે. ત્યારપછી સમ્યક્ત્વમોહનીયનો સંપૂર્ણ નાશ થાય છે. પણ તેમાં સમ્યક્ત્વમોહનીયની અંતર્મુહૂર્ત પ્રમાણ છેલ્લી સ્થિતિને ભોગવીને નાશ કરતી વખતે જીવ “કૃતકરણ” કહેવાય છે. એ છેલ્લી સ્થિતિ ભોગવાઇ ગયા પછી ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પણ જો છેલ્લી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ભોગવતી વખતે તે જીવનું આયુષ્ય પૂર્ણ થઇ જાય, તો તે જીવ ચારેગતિમાંથી કોઇપણ એક ગતિમાં ઉત્પન્ન થઇને ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. એટલે ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાપ્ત કરવાની ક્રિયાનો પ્રારંભક મનુષ્ય જ હોય છે. પણ ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાપ્ત કરનારા ચારેગતિના સંજ્ઞીજીવો હોઇ શકે છે.
જે જીવે આયુષ્ય બાંધેલું છે તે જીવ ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ચારિત્રમોહનીયની પ્રકૃતિનો ક્ષય કરવાનો પ્રારંભ કરી શકતો નથી. ત્યાં જ અટકી જાય છે. તે ખંડક્ષપકશ્રેણી'' કહેવાય અને જે જીવે આયુષ્ય બાંધેલું નથી તે જીવ ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી તુરત જ નિરંતર વિશુદ્ધ અધ્યવસાયથી ચારિત્રમોહનીયનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. તે સકલશ્રેણી” કહેવાય.
૩ આયુષ્યનો ક્ષય :
જે જીવ સકલશ્રેણીને કરે છે. તે દેવગતિમાં દેવાયુષ્યનો, તિર્યંચગતિમાં તિર્યંચાયુષ્યનો અને નરકગતિમાં નરકાયુષ્યનો ક્ષય કરીને જ આવેલો હોય છે. એટલે કે ત્રણે આયુષ્યનીસંભવસત્તાનો ક્ષય થયેલો હોય છે.
૩૦૩