________________
ઉદીરણાથી ભોગવી રહ્યો છે. અને બીજીસ્થિતિમાં રહેલી કિટ્ટિને ઉપશમાવી રહ્યો છે. જ્યારે જીવ સૂક્ષ્મસંપરા ગુણઠાણાના છેલ્લાસમયે આવે છે. ત્યારે સંલોભ સંપૂર્ણ ઉપશમી જાય છે. તે વખતે મોહનીયની ૨૮ પ્રકૃતિ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. એટલે ત્યારપછીના સમયે ઉપશમાદ્ધામાં [શુદ્ધભૂમિમાં] પ્રવેશ કરતાની સાથે જ ઉપશાંતમોહગુણસ્થાનમાં જીવને ઔપથમિકવીતરાગતા પ્રાપ્ત થાય છે. - સ્ત્રીવેદે ઉપશમશ્રેણી માંડનાર જીવ પહેલા નપુંસકવેદને, પછી પુરુષવેદને, પછી હાસ્યાદિ-૬ને, પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારબાદ પુત્રવેદે ઉપશમશ્રેણી માંડનારની જેમ સમજવું.
- નપુંસકવેદે ઉપશમશ્રેણી માંડનાર જીવ પહેલા સ્ત્રીવેદને, પછી પુરુષવેદને, પછી હાસ્યાદિ-૬ને પછી નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યારપછી પુત્રવેદે ઉપશમશ્રેણી માંડનારની જેમ સમજવું. ' ઉપશમશ્રેણીથી પતન (1) ભવક્ષયે અને (2) કાલક્ષયે (1) જો ઉપશમશ્રેણીમાં જ જીવનું આયુષ્ય પૂર્ણ થઈ જવાથી જીવ ત્યાંથી મૃત્યુ પામીને સીધો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થઈ જાય, તો તે ભવક્ષયથી પતન થયું કહેવાય.
(2) ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થયા પછી મલિન અધ્યવસાયથી જીવ, જે ક્રમે ચડ્યો હોય તે જ ક્રમે છÈગુણઠાણે આવી જાય છે. તે કાલક્ષયથી પતન થયું કહેવાય.
જીવ ભવચક્રમાં સવાર અને એકભવમાં બેવાર ઉપશમશ્રેણી માંડી શકે છે. કર્મગ્ર થનાં મતેઃ- જે જીવ એક ભવમાં એકવાર ઉપશમશ્રેણી માંડે, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે છે. પણ
(૭૧) સ્ત્રીવેદ ઉપશમશ્રેણી માંડનાર જીવ પહેલા નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, પછી હાસ્યાદિ-૬ અને પુત્રવેદને એકીસાથે ઉપશમાવે છે. ત્યારપછી પુત્રવેદે શ્રેણી માંડનારની જેમ સમજવું અને નપુંસકવેદે શ્રેણી માંડનાર જીવ પહેલા સ્ત્રીવેદને, પછી નપુંસકવેદને, પછી હાસ્યાદિ-૬ અને પુત્રવેદને એકીસાથે ઉપશમાવે છે. ત્યારપછી પુત્રવેદે શ્રેણી માંડનારની જેમ સમજવું. [ઉપશમનાકરણ)
K૩૭૧D