________________
સંતુલોભનો ઉદય જેટલો કાળ રહેવાનો છે. તેને ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. તેમાં પહેલા વિભાગને અશ્વકર્ણકરણાદ્ધા કહે છે. બીજાવિભાગને કિટ્ટિકરણાદ્ધા કહે છે અને ત્રીજાવિભાગને કિટ્ટિવેદનાદ્ધા કહે છે. (૧) અશ્વકર્ણકરણોદ્ધાઃ-અશ્વ=ઘોડો, કર્ણ કાન.
કરણ ક્રિયા, અદ્ધા કાળ. જે કાળમાં સત્તામાં રહેલા પૂર્વર્યાદ્ધિકોમાંથી ધોડાના કાનની જેમ અનુક્રમે અનંતગુણ હીન-હીન રસવાળા અપૂર્વસ્પદ્ધકો કરવાની ક્રિયા થાય છે. તે અશ્વકર્ણકરણાદ્ધા કહેવાય.
(૨) કિટ્ટિકરણાદ્ધાઃ- જે કાળમાં સંવેલોભના પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પદ્ધકોની વર્ગણામાંથી અનંતગુણહીન રસ ઓછો કરવા દ્વારા વર્ગણામાં રહેલા રસાણની એકોત્તર વૃદ્ધિનો ક્રમ તોડી નાંખવાની ક્રિયા થાય છે, તે કિકિરણોદ્ધા કહેવાય.
(૩) કિટ્ટિવેદનાદ્ધા :- જે કાળમાં સંવલોભની કિટ્ટિનું વેદન થાય છે. તે કિવેિદનાદ્ધા કહેવાય.
- અશ્વકર્ણકરણોદ્ધામાં સંડમાયા સંપૂર્ણ ઉપશમી જાય છે. ત્યારપછી કિટ્ટિકરણાદ્ધાના છેલ્લાસમયે અપ્રત્યાખ્યાનીયેલોભ અને પ્રત્યાખ્યાનીયલોભ સંપૂર્ણ ઉપશમી જાય છે. તે વખતે સંOલોભનો બંધવિચ્છેદ થાય છે અને સં૦બાદરલોભનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ વખતે અનિવૃત્તિબાદરસંપરા ગુણઠાણું પૂર્ણ થાય છે. પછી જીવ સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં પ્રવેશ કરે છે. ત્યાં જે કિટ્રિકરણાદ્ધામાં લોભની કિક્રિઓ કરી હતી તેને ઉદય
(૬૯) જીવ અનાદિકાળથી પેજનં૦૧૯૪માં કહ્યા મુજબ પ્રતિસમયે અભવ્યથી
અનંતગુણરસસ્પદ્ધકોવાળું રસસ્થાનક બાંધે છે. એ સત્તાગત રસસ્પદ્ધકોને
પૂર્વપદ્ધક કહે છે. (૭૦) જેમ ઘોડાનો કાન મૂળમાં વિસ્તારવાળો હોય છે. પછી અનુક્રમે હીન-હીન
વિસ્તારવાળો થતો જાય છે. તેમ અહીં પહેલા ઘણા રસવાળા અપૂર્વરૂદ્ધકો થાય છે અને પછી ક્રમશઃ અનંતગુણ હીન-હીન રસવાળા અપૂર્વરૂદ્ધકો થાય છે.