________________
હોય છે. એ ઉદયવતી બન્ને પ્રકૃતિની પ્રથમસ્થિતિ પોતાના ઉદયકાલ પ્રમાણ અને બાકીની ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ છોડીને તેની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ખસેડીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે.
જે પ્રકૃતિનો બંધ અને ઉદય બન્ને હોય, તેનો દલિકો પ્રથમસ્થિતિ અને બીજીસ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિનો બંધ હોય અને ઉદય ન હોય, તે પ્રકૃતિના દલિકો બીજીસ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિનો બંધ ન હોય અને ઉદય જ હોય, તે પ્રકૃતિના દલિકો પ્રથમસ્થિતિમાં નાંખે છે અને જે પ્રકૃતિનો બંધ ન હોય અને ઉદય પણ ન હોય, તે પ્રકૃતિના દલિકો પર પ્રકૃતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે.
અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી સંક્રોધના ઉદયવાળો પુરુષવેદી સૌ પ્રથમ અંતર્મુહૂર્તકાળમાં નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારબાદ અંતર્મુહૂર્તકાળમાં હાસ્યષકને ઉપશમાવે છે. જે સમયે હાસ્યાદિ-૬નો સંપૂર્ણ ઉપશમ થાય છે. તે જ સમયે પુત્રવેદનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયગૂન બે આવલિકાકાળે પુત્રવેદનો સંપૂર્ણ ઉપશમ થાય છે.
ત્યારપછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનીય ક્રોધ અને પ્રત્યાખ્યાનીય ક્રોધને એકીસાથે ઉપશમાવે છે. તે જ સમયે સંવક્રોધનો બંધ-ઉદયઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયપૂન બે આવલિકાકાળે સંક્રોધને ઉપશમાવે છે. ત્યારપછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનયમાન અને પ્રત્યાખ્યાનીયમાનને એકીસાથે ઉપશમાવે છે. તે જ સમયે સંવમાનનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી સમયપૂન બે આવલિકાકાળે સંવમાનને ઉપશમાવે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળમાં અપ્રત્યાખ્યાનીયમાયા અને પ્રત્યાખ્યાનીમાયાને ઉપશમાવે છે. તે જ સમયે સંવેમાયાનો બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારપછી ૧૦મા ગુણઠાણા સુધી માત્ર સંતુલોભનો જ ઉદય હોય છે.
૩૬૯
૨૪