________________
અંતકરણની ક્રિયા પૂર્ણ થયા પછી જીવ બીજીસ્થિતિમાં રહેલા દલિકોને પ્રતિસમયે અસંખ્યગુણાકારે ઉપશમાવી રહ્યો છે અને પ્રથમસ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવી રહ્યો છે. જ્યારે અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે. ત્યારે પ્રથમસ્થિતિ ભોગવાઇને નાશ પામી જાય છે અને બીજીસ્થિતિમાં રહેલા દલિકો સંપૂર્ણ ઉપશમી જાય છે. તે વખતે “મિથ્યાત્વની સર્વોપશમના” થાય છે.
ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ સંયમી મહાત્મા દર્શનત્રિકને ઉપશમાવવા માટે પૂર્વે કહ્યાં મુજબ યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે પણ અહીં અપૂર્વકરણમાં મિથ્યાત્વ અને મિશ્રનો ગુણસંક્રમ થાય છે અને અનિવૃત્તિકરણનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે દર્શનત્રિકનું અંતરકરણ કરે છે. અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી દર્શનત્રિકને ઉપશમાવવાનું ચાલુ કરે છે. અનિવૃત્તિકરણના છેલ્લાસમયે દર્શનત્રિકનું સંપૂર્ણ દલિક ઉપશમી જાય છે. તે વખતે “દર્શનત્રિકની સર્વોપશમના” થાય છે.
ચારિત્રમોહનીયની ઉપશમનાઃ
ચારિત્રમોહનીયને ઉપશમાવવા માટે અપ્રમત્તસંયમી અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ પૂર્વે કહ્યાં મુજબ જાણવું. પણ અહીં અપૂર્વકરણમાં નહીં બંધાતી સર્વે અશુભપ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે. તેમજ અપૂર્વકરણનો એક સંખ્યાતમો ભાગ ગયા પછી નિદ્રાદ્વિકનો બંધવિચ્છેદ થાય છે અને અપૂર્વકરણનો છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે દેવગતિ વગેરે ૩૧ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે તથા અપૂર્વકરણના છેલ્લાસમયે હાસ્યાદિ-૪નો બંધવિચ્છેદ અને હાસ્યાદિ-૬નો ઉદયવિચ્છેદ થાય છે. ત્યારબાદ જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે.
અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી ચારિત્રમોહનીયની-૨૧ પ્રકૃતિનું અંતરક૨ણ કરે છે. તે વખતે સંક્રોધાદિ-૪માંથી ૧ કષાયનો ઉદય હોય છે અને ૩ વેદમાંથી કોઇપણ ૧ વેદનો ઉદય
૩૬૮