________________
ગુણશ્રેણી - જુઓ પેજનં૦૩૦૧ અનંતાનુબંધીવિયોજનાગુણશ્રેણી..
ગુણસંક્રમ :- નહીં બંધાતી અશુભકર્મપ્રકૃતિના દલિકોને પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે બંધાતી સજાતીય કર્મપ્રકૃતિમાં સંક્રમાવવા, તે ગુણસંક્રમ કહેવાય.
અહીં માત્ર અનંતાનુબંધીનો જ ગુણસંક્રમ થાય છે.
અપૂર્વસ્થિતિબંધ - પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પછી પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગે ચૂર થાય છે. અપૂર્વસ્થિતિબંધ અને સ્થિતિઘાત બન્ને એકીસાથે શરૂ થાય છે. અને એકીસાથે પૂર્ણ થાય છે.
અનિવૃત્તિકરણ - અનિવૃત્તિકરણમાં એકીસાથે પ્રવેશ કરનારા ત્રિકાળવાર્તા દરેક જીવોને એકસરખો જ અધ્યવસાય હોય છે. તેથી દરેક સમયે અનેકજીવની અપેક્ષાએ એક-એક જ અધ્યવસાયસ્થાન હોય છે. અને પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયે અનંતગુણવિશુદ્ધ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ મોતીની માળાની શેર જેવી થાય છે. ત્યાં સ્થિતિઘાતાદિ-૫ પદાર્થો થાય છે. અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતાભાગ ગયા પછી એકસંખ્યાતમો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ અનંતાનુબંધીનું અંતરકરણ કરે છે. એટલે કે અનંતાનુબંધીની નીચેથી એક આવલિકા જેટલી સ્થિતિ છોડીને તેની ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને બંધાતી ચારિત્રમોહનીયની પ્રકૃતિમાં નાંખીને તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધસ્થિતિ કરે છે. તથા નીચેની પ્રથમ સ્થિતિને તિબુકસંક્રમથી ઉદયવતી પ્રકૃતિમાં સંક્રમાવે છે અને અંતરકરણની ક્રિયા પૂર્ણ થતાંની સાથે જ બીજીસ્થિતિમાં રહેલા અનંતાનુબંધીને પ્રતિસમયે અસંખ્યગુણાકારે ઉપશમાવવાની ક્રિયા શરૂ કરે છે. અંતર્મુહૂર્તકાળમાં સંપૂર્ણ દલિકો ઉપશમી જાય છે. તે વખતે “અનંતાનુબંધીની સર્વોપશમના” થાય છે.
કેટલાક આચાર્યભગવંતનું એવું માનવું છે કે, અનંતાનુબંધીની ઉપશમના કરનારો જીવ ઉપશમશ્રેણી માંડી શકે છે અને કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ જ ઉપશમશ્રેણી માંડી શકે છે.