________________
ચિત્રમાં બતાવ્યા મુજબ અપૂર્વકરણમાં પ્રથમસમયે ૨૦ અધ્યવસાય હોય છે. બીજા સમયે ૨૧ અધ્યવસાય હોય છે. ત્રીજા સમયે રર અધ્યવસાય હોય છે. એ રીતે, એક-એક સમયે વિશેષાધિક=એક-એક અધ્યવસાય વધવાથી છેલ્લા=૧૦મા સમયે ર૯ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ વિષમચતુરસ થાય છે.
હવે ચિત્રમાં બતાવ્યા મુજબ ગ અને વ બન્ને એકસાથે અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે તે વખતે યથાપ્રવૃત્તકરણના છેલ્લાસમયે વની ઉ)વિશુદ્ધિ કરતાં અપૂર્વકરણના પ્રથમસમયે મની જળવિશુદ્ધિ અનંતગુણી છે. તેનાથી પ્રથમસમયે વની ઉવિશુદ્ધિ અનંતગુણી છે તેનાથી બીજાસમયે મની જ0વિદ્ધિ અનંતગ્રણી છે. તેનાથી બીજા સમયે વની ઉAવિશુદ્ધિ અનંતગુણી છે તેનાથી ત્રીજાસમયે બની જવવિશુદ્ધિ અનંતગુણી છે. એ રીતે અપૂર્વકરણના છેલ્લાસમય સુધી સમજવું.
સ્થિતિઘાત :- આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો અપવર્તનાકરણથી નાશ કરવો, તે સ્થિતિઘાત કહેવાય. એક અંતર્મુહૂર્તકાળે એક સ્થિતિખંડનો નાશ થાય છે. અપૂર્વકરણમાં ઘણા હજારો સ્થિતિઘાત થાય છે. તેથી અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિસત્તા હતી. તેનાથી અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતમાભાગ જેટલી સ્થિતિસત્તા રહે છે.
રસઘાત - અશુભકર્મની સ્થિતિસત્તામાં ઉદયાવલિકાની ઉપરના નિકોમાં રહેલા દલિકોના રસના અનંતાભાગોની કલ્પના કરવી. તેમાંથી એક અનંતમાભાગ જેટલો રસ રાખીને બાકીના ઘણા અનંતમાભાગ જેટલા રસનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે પ્રથમ રસઘાત કહેવાય. ત્યારપછી પ્રથમરસઘાત કરતી વખતે જે એક અનંતમાભાગ જેટલો રસ રાખ્યો હતો તેના અનંતાભાગની કલ્પના કરવી. તેમાંથી એક અનંતમાભાગ જેટલો રસ રાખીને બાકીના ઘણા અનંતાભાગ પ્રમાણ રસનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે બીજો રસઘાત કહેવાય. એ રીતે, એક સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજારો રસઘાત થાય છે.